રાજકોટ
News of Monday, 14th June 2021

બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી જીજ્ઞેશ પરમારને છરી ઝીંકાઇ

ધરમનગર આવાસના કવાર્ટરમાં બનાવઃ અનિરૂધ્ધસિંહ વાઘેલા સામે ગુનો

રાજકોટ તા. ૧૪: યુનિવર્સિટી રોડ પર ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી યુવાનને એક શખ્સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧ કવાર્ટર નં. ર૮ માં રહેતો જીજ્ઞેશ મયુરભાઇ પરમાર (ઉ.વ. ર૯) ગઇકાલે પોતાના ઘર પાસે હતો ત્યારે કવાટરમાં બ્લોક નં. ૧પ માં રહેતા અનિરૂધ્ધસિંહ વાઘેલા ઉર્ફે કાનો તેની પાસે આવી અગાઉ બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી અનિરૂધ્ધસિંહએ ઉશ્કેરાઇને છરી વડે હુમલો કરી જીજ્ઞેશના હાથ તથા ડાબા પગમાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જીજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જીજ્ઞેશની ફરીયાદ પરથી અનિરૂધ્ધસિંહ વાઘેલા ઉર્ફે કાના વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)