રાજકોટ
News of Monday, 14th June 2021

હિરાપરમાં કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા ગીતાનો આપઘાત

યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી

રાજકોટ તા.૧૪ : ટંકારાના હિરાપરમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવતા યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ટંકારાના હિરાપર ગામમાં રહેતી ગીતા પ્રવિણભાઇ સારેસા (ઉ.ર૦) ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું મૃતક ગીતા બેભાઇ, બે બહેનમાં મોટી હતી માતા-પિતાએ કામ બાબતેઠપકો આપતા લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોટીલાની હેતલે ઝેરી દવા પી લેતા દાખલ

ચોટીલાના માર્કેટીંગયાર્ડ પાછળ શાસ્ત્રીનગરમાં રહેતી હેતલ વિનોદભાઇ વાઘેલા (ઉ.રપ) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે માતાએ કામ બાબતે ઠપકો આપતા તેણીએ આ પગલું ભર્યુ હોવાનું ખુલ્યુ છે તે બે ભાઇ એક બહેનમાં વચેટ છે. આ અંગે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)