માય ડેડ માય હીરોઃ રવિવારે ફાધર્સ- ડે
ડીયર ફાધર, વન્ડરફૂલ ફાધર સહિતના લખાણોવાળા કાર્ડઝ, ફેમીલી ફોટા ફ્રેમ, ક્રીસ્ટલ શોપીસ, કોમ્બો ગીફટ, સોલારથી ચાલતા હેપીમેન વિ.ગીફટનો ખજાનો જોહર કાર્ડસમાં ઉપલબ્ધ છે
રાજકોટ,તા.૧૪: ફાધર્સ-ડે અર્થાત આપણાં અસ્તીત્વનો આદર દિવસ. સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાદા પિતાશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસે પપ્પાને મનગમતી સરપ્રાઈઝ ગીફટસ- કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે. રાજકોટ શહેરમાં આવા તમામ પ્રસંગોનાં વૈવિધ્યસભર ઉજવણીનો લ્હાવો આપતું કોઈ સ્થાન વિખ્યાત બન્યુ હોયતો અહી ડો.યાજ્ઞિક રોડ ઉપરના જોહર કાર્ડસ નામનો ભવ્ય શોરૂમ છે. આ જોહર કાર્ડસના માલિક યુસુફભાઈ અને હસનેનભાઈએ અલ્ટ્રા મોર્ડન યુગને અનુરૂપ વેરાયટીઓની વિરાટ શ્રેણી ઉપલબ્ધ કરાવી પ્રત્યેક પ્રસંગોને યાદગાર બનાવવાની જાણે વિપુલ તક સર્જી છે.
આગામી તા.૧૬ને રવિવારના રોજ ફાધર્સ-ડે છે. તેને સેલિબ્રેટ કરવા જોહરકાર્ડસમાં એટલી બધી વેરાયટીઓ ઉપલબ્ધ કરાઈ છે. જેથી કે વર્લ્ડસ બેસ્ટ ફાધર, માય ડેડ માય હીરો, માય ડેડ માય એ.ટી.એમ, સુપર ડેડ, બેસ્ટ ડેડ ઈન ધ વર્લ્ડ વિ.લખાણવાળા સેસ આવેલ છે.
ફાધર્સના લખાણ વાળા કોટેશન સ્ક્રોલ, કલોક સાથેના વુડન પેન સ્ટેન્ડ, ડીયર ફાધર્સના વિવિધ લખાણવાળી ગ્લાસ ફોટો ફ્રેમ, આઈ લવ યુ પાપા, ડેડ, ફાધર લખેલ કીચેઈન, વોલેટમા વિવિધ વેરાયટીઓ, ફાધરના લખાણવાળી રીવોલ્વીંગ ફોટા તથા કોટેશનવાળી ફ્રેમ, ક્રીસ્ટલના શોપીસ, ફેમેલી ફોટો ફ્રેમ વિવિધ ડીઝાઈનો તથા કલર્સમાં, અલગ અલગ મોડેલની રીસ્ટવોચ, કાંડા ઘડીયાળ, વોલ કલોક, ગોગલ્સ, કમર બેસ્ટ, ટ્રોફી, સુપર ડેડ મુછવાળો પીલો, ટેબલ કલોક, ફાઉન્ટન પેન, બોલપેન, ફાધર્સના વિવિધ લખાણ વાળા મગ, કોમબો ગીફટ સેટ જેમા ઘડીયાળ મગ, ટેડી, ફ્રેમવાળુ ભવ્ય બોકસ, પોલીસ્ટોનના શોપીસ, સોલારથી ચાલતા હેપીમેન.
જોહરકાર્ડસવાળા યુસુફભાઈ તથા હસનેનભાઈએ વધુમાં જણાવ્યુ કે અમારે ગીફટના સંસ્મરણો તાજા રહે તે માટે પર્સનલાઈઝ ગીફટો સંખ્યાબંધ વેરાયટીઓમા પ્રીન્ટીંગ ફોટા તથા મેસેજ સાથે તૈયાર કરી આપવામાં આવે છે. ફાધર્સ- ડેના કાર્ડસમાં યોર સીમ્પલી ધ મોસ્ટ ઈમેજીંગ ફાધર, સેન્ડીંગ ગુડ વીસ ટુ ધ નાઈસ ફાધર, ડીયર ફાધરએ વાર્મ નોટ ટુ સેલીબ્રેટ યુ, ઓન ધીસ વન્ડરફુલ ડે ફોરએ વન્ડરફુલ ફાધર સહિતના હેડીંગવાળા વિવિધ ડીઝાઈનવાળા કાર્ડસ આવેલ છે.