રાજકોટ
News of Thursday, 14th June 2018

પદની વહેંચણીમાં દર વખતે એકના એક નામ પણ આ વખતે 'સમય' બળવાન

રૂપાણીના નિકટના નાનકડા વર્તુળમાં નવાને 'નો એડમીશન'

રાજકોટ, તા. ૧૪ :. મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની પસંદગી આવતીકાલે જાહેર થનાર છે. ભાજપમાં વિજય રૂપાણીના નજીકના વર્તુળોમાથી જ નવી પસંદગી થવાનું નિશ્ચિત છે. દર વખતે સત્તા કે સંગઠનમાં કોઈ પદની વહેંચણી કરવામાં આવે ત્યારે જૂના અને જાણીતા ચાર-પાંચ નામોમાંથી આપવા માટેની દરખાસ્ત થતી હોવાની વાત જાણીતી છે. દર વખતની જેમ આ વખતે પણ થયુ છે, પરંતુ આ વખતે રાજકોટવાળાનો સમય સારો છે તેથી પાર્લામેન્ટરી બોર્ડે પસંદગીમાં મુખ્યમંત્રીની ઈચ્છાને જ માન આપવાનું વલણ અપનાવ્યુ છે.

ભૂતકાળમાં શહેર ભાજપની ઈચ્છા અને આગ્રહને અવગણીને હાઈકમાન્ડે જનકભાઈ કોટક અને રક્ષાબેન બોળીયા જેવા મેયર આપેલ. પાર્લામેન્ટરી બોર્ડમાં અત્યારે સમિકરણો ફરી ગયા છે તેથી શહેર ભાજપને આવો કોઈ ઝાટકો લાગવાની સંભાવના દેખાતી નથી. રૂપાણી નજીકનું મર્યાદીત વર્તુળ છે તે યથાવત રહેશે અને મોટા ભાગે તેમા જ પદની લ્હાણી થશે. સમય સંજોગો અનુસાર કોઈ કંઈ બોલવા તૈયાર નથી.

(4:25 pm IST)