રાજકોટ
News of Thursday, 14th June 2018

યાજ્ઞીક રોડ પર પૈસાની લેતી-દેતી મામલે ધબધબાટીઃ ટ્રાફીક જામ

રાજકોટઃ યાજ્ઞીક રોડ પર એક સાડીના શોરૂમ પાસે પૈસાની લેતીદેતી મામલે ચાર યુવક વચ્ચે સામસામી બોલાચાલી થયા બાદ ઝઘડો થતા ઝપાઝપી થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ધબધબાટી બોલતા વીસ મીનીટ સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો. જોકે આ બનાવમાં કોઇ પોલીસ ફરીયાદ થઇ નથી. (તસ્વરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)