રાજકોટ
News of Thursday, 14th June 2018

નંદા હોલ પાસે ભાનુબેન રામાણીના ૪૫ હજારના ચેઇનની ચીલઝડપ

વેવાઇને મળીને પતિ સાથે પરત જતી વખતે બનાવ

રાજકોટ તા.૧૪: કોઠારિયા રોડ પર નંદા હોલ પાસે બાઇક પર પતિ સાથએ જઇ રહેલ પટેલ મહિલાના ગળામાં ઝોટમાંરી ૪૫ હજારનો ચેઇન ઝુંટવી ચીલઝડપકાર નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર ન્યુ સુભાષનગર સી ઇન્ડીયા ગેઇટની બાજુમાં રહેતા રમેશભાઇ ચનાભાઇ રામાણી (ઉ.વ.૫૬) ગઇકાલે પત્ની ભાનુબેન સાથે રઘુવીર સોસાયટીમાં વેવાઇના ઘરે ગયા હતા. બાદ બંને મોટરસાયકલ પર પરત પોતાના ઘરે આવતા હતા. ત્યારે કોઠારિયા રોડ નંદાહોલ પાસે પહોંચતા એક ૧૮ થી ૨૦ વર્ષનો અજાણ્યો શખ્સ સ્પ્લેન્ડર મોટર સાયકલમાં પાછળથી આવી ભાનુબેને પહેરેલ રૂ.૪૫૦૦૦ની કિંમતનો સોનાનો ચેઇન ઝુંટવી નાશી ગયો હતો. બનાવ બનતા મહિલાએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ એમ.ડી. ગઢવીએ સ્થળ પર પહોંચી ભાનુબેન રામાણીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથધરી છે.

(4:18 pm IST)