રાજકોટ
News of Thursday, 14th June 2018

વોર્ડ નં.૮માં 'માં' કાર્ડ કેમ્પ યોજાયોઃ ૨૬પ પરિવારોએ લાભ લીધો

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે તા.૧૦ જુનના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કોટેચા ચોક, કાલાવડ રોડ રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ 'માં' વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૨૬૫ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદઘાટન શ્રીમતી અંજલીબેન રૂપાણી – પ્રભારી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચોનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં ડો. જૈમનભાઈ ઉપાધ્યાય – મેયરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં માન. મેયરશ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ  રાડીયા દ્વારા મુખ્યમંત્રી અમૃતમ 'માં' કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે  નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી),  કમલેશભાઈ મીરાણી ડો. દર્શીતાબેન શાહ પુષ્કરભાઈ પટેલ, રાજુભાઈ અદ્યેરા, દેવાંગભાઈ માંકડ  મનીષભાઈ રાડીયા સહિત હાજર રહ્યા હતા. તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાનશ્રીઓ  વિજયાબેન વાછાણી – કોર્પોરેટરશ્રી વોર્ડ નં.-૮, જીવદયા ગ્રુપના જૈન શ્રેષ્ઠી ઉપેનભાઈ મોદી, રમેશભાઈ દોમડીયા, પારસભાઈ મોદી તથા જીવદયા ગ્રુપના સભ્યોશ્રીઓ હાજર રહેલ. (૨૩.૧૩)

(4:07 pm IST)