રાજકોટ
News of Thursday, 14th June 2018

સ્માર્ટ સિટી પ્રોજેકટમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે મૌલીક દાવડાની નિમણુંક

રાજકોટ,૧૪: મ્યુનિ.કોર્પોરેશનનાં ડે.કમિશ્નરના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મૌલીક દાવડાની સ્માર્ટ સીટી પ્રોજેકટમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે પસંદગી કરવામાં આવી છે.

લોહાણા સમાજના અગ્રણી હિંમાશુભાઇ દાવડાના પુત્ર મૌલીકભાઇની સ્માર્ટ સીટી પ્રોજેકટમાં સમગ્ર રાજકોટ શહેરનાં ડેપ્યુટી જનરલ મેનેજર(આઇ.ટી) તરીકે પસંદગી થતા દાવડા પરીવાર અને લોહાણા સમાજનું ગૌરવ વધાર્યુ છે.

(3:52 pm IST)