રાજકોટ
News of Saturday, 14th May 2022

રાજકોટના રાજમાર્ગો ઉપર ક્ષત્રિય ખુમારી ઝળકી : પવિત્ર જયોત સાથેની એકતા યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત

ક્ષત્રિય સમાજમાં એકતાની ભાવના બળવતર બનાવવા, રાજકીય અને શૈક્ષણિક જાગૃતિ લાવવા અને કુરિવાજોને તિલાંજલી આપવાના શુભ આશયથી તા.૧લીએ માતાના મઢથી આરંભાયેલી એકતાયાત્રા તા.૧૬મીના સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં સમાપ્‍તિ તરફ આગળ વધી રહી છે : બેડીથી લઈને કોઠારીયા સુધી ૧૫૦ ફૂટના રીંગ રોડ ઉપર જગ્‍યાએ જગ્‍યાએ વિવિધ સમાજો દ્વારા રંગેચંગે સ્‍વાગતઃ કેસરીયો માહોલ સર્જાયો

રાજકોટ : શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજમાં એકતાની ભાવના વિકસે, સામાજીક, રાજકીય જાગૃતિ આવે અને કુરિવાજો નાબુદ થાય તેવા શુભ આશયથી તા.૧ મેના કચ્‍છ માતાના મઢથી માતાજીની પવિત્ર જયોત સાથે આરંભાયેલી એકતા યાત્રા  પ્રદેશ અધ્‍યક્ષ જે.પી.જાડેજાના નેજા તળે તા. ૧૬મીના સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં સમાપ્‍તિ તરફ આગળ વધી રહી છે. ત્‍યારે આજે તા.૧૪ને શુક્રવારે આ યાત્રાનું ભવ્‍ય આગમન રાજકોટના બેડી ગામથી થયુ હતું. યાત્રા રેલનગર થઈ માધાપર ચોકડીથી ૧૫૦ ફૂટ રીંગ રોડ થઈ કોઠારીયા ગામથી ગોંડલ રોડ પર આગળ વધી તે દરમિયાન જગ્‍યાએ જગ્‍યાએ વિવિધ સમાજો અને સંસ્‍થાઓ દ્વારા તેનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. ગાંધીગ્રામ - સિનર્જી ચોક ખાતે ક્ષત્રિય સમાજના એડવોકેટ મંડળ દ્વારા યાત્રાનું ફુલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. ત્‍યારબાદ શિતલ પાર્ક ચોક ખાતે વોર્ડ નં.૧-૨ના ક્ષત્રિય સમાજના આગેવાનો સર્વશ્રી દુર્ગાબા જાડેજા (કોર્પોરેટર), રાજભા ઝાલા (એડવોકેટ), રાજભા જાડેજા (વાગુદળ), જયદેવસિંહ રાજભા ઝાલા (યુવા એડવોકેટ), પ્રવિણસિંહ ઝાલા (નેકનામ), દેવેન્‍દ્રસિંહ ઝાલા (ઈંગોરાડા), ઈન્‍દુભા જાડેજા (પડાણા), મહાવીરસિંહ જાડેજા (મોટા મવા), ભગવતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા (હડમતીયા) તથા રાજભા જાડેજા (ખાખરાબેલા) તથા વોર્ડ નં.૨ના ક્ષત્રિય સમાજના આગેવાન અજયસિંહ જાડેજા (બેટાવડ), પૃથ્‍વીસિંહ વાળા (યુવા ભાજપ), રવિરાજસિંહ સરવૈયા (શિતલ પાર્ક), દેવેન્‍દ્રસિંહ જાડેજા (ધુળકોટ), ધર્મરાજસિંહ (રીબડા), મહેન્‍દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો દ્વારા યાત્રાનું રંગેચંગે સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. ત્‍યારબાદ રામાપીર ચોકડી ખાતે ભરવાડ સમાજના પંકજભાઈ સોહલા, નાગજીભાઈ વરૂ, લાલાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં યાત્રાને ફૂલડે વધાવવામાં આવી હતી. ત્‍યારબાદ નાણાવટી ચોક ખાતે ધરમનગર અને રવિ રેસીડેન્‍સીના સર્વે જ્ઞાતિના પરિવારજનો અને આગેવાનો સર્વશ્રી આર.ડી.જાડેજા, પરેશ ઠાકર, શકિતસિંહ ઝાલા, દિપકભાઈ સુચક, કેતનભાઈ (પ્રમુખ) સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ જગ્‍યાએ સમગ્ર યાત્રામાં જોડાયેલા ક્ષત્રિયો માટે ઠંડા - પીણાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. રૈયા ચોક નજીક સીનીયર કોંગ્રેસી આગેવાન અને એડવોકેટ અશોકસિંહ વાઘેલા, યશરાજસિંહ વાઘેલા, દિવ્‍યરાજસિંહ વાઘેલા અને રાજદીપસિંહ (રીબડા) દ્વારા પવિત્ર જયોતના દર્શન કરી વધામણા કરવામાં આવ્‍યા હતા. જગ્‍યાએ જગ્‍યાએ યાત્રાને વધાવવામાં આવી હતી.
 આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા, પ્રભારી ભરતભાઇ કાઠી, પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા, ઉપાધ્‍યક્ષ ધર્મેન્‍દ્રસિંહ રાણા (પીન્‍ટુભાઈ), પૃથ્‍વીસિંહ પરમાર, સૌરાષ્‍ટ્ર પ્રમુખ કૃષ્‍ણસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા અધ્‍યક્ષ જયકિશનસિંહ ઝાલા, શહેર અધ્‍યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, શહેર પ્રભારી ભરતસિંહ જાડેજા, સત્‍યેન્‍દ્રભાઇ ખાચર, શીવરાજભાઇ ખાચર, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઇ વાવડી, સતુભા જાડેજા, જગદીશભાઇ જાડેજા, માણસુરભાઇ વાળા, ગજુભા જાડેજા, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સત્‍યજીતસિંહ જાડેજા, વનરાજસિંહ ઝાલા, ભુપેન્‍દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, જશુભાઇ જાડેજા, પ્રયાગરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:02 pm IST)