રાજકોટ
News of Saturday, 14th May 2022

રાજકોટના સગા બે ભાઇઓના અપહરણ કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

 

રાજકોટ તા.૧૪: રાજકોટના ચકચારી બે સગા મોદીભાઇઓના અપહરણ અને મારામારીના ગુન્‍હાના કામે આરોપીઓની નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ છે.

બનાવની વિગત એવી છે કે ૨૦૦૧ માં ડોકટર ચીતરંજન મોદીને તેમના પત્‍નિ સાથેના ઝઘડાનો ખાર રાખી ડો. ચીતરંજન મોદીના પત્‍નિ નેહાબેને તેમના ભાઇ મનસુખભાઇ ધોકાઇ તેમજ આશીષ પંડયા, કાનાભાઇ ભરવાડ, રાજેશ નવલચંદ્ર તથા ચંદેવા વડેરા વિગેરેએ એક સંપ કરી કાવતરૂ રચી ડો. ચીતરંજન મોદીના ભત્રીજા ગોૈરાંગ મોદી તથા જીજ્ઞેશ મોદી બન્ને સગાભાઇઓનું અપહરણ કરીને અલગ-અલગ  જગ્‍યાએ લઇ જઇ માર મારેલ અને મારી નાંખવાની ધમકી આપેલ. બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા શોટની નાકાબંધી કરી ઓરોપીઓનું લોકેશન મેળવી આરોપીને રંગે હાથ પકડી પાડેલ અને જે અંગે ભોગ બનનાર જીજ્ઞેશ શરદભાઇ મોદીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં બનાવની વિગતવાર આરોપીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલામ-૩૬૫, ૧૨૦(બી), ૪૫૨, ૫૦૪, ૫૦૬(ર), ૩૪૨, ૩૨૩, ૧૮૮, ૧૪૪ મુજબનો ગંભીર પ્રકારનો ગુન્‍હો નોંધી આરોપીઓ વિરૂધ્‍ધ કોર્ટમાં ચાર્જશીટ કરેલ.આ કેસ જ્‍યુ. મેજી. રાજકોટ કોર્ટમાં ચાલી જતા તમામ સાહેદો અને ફરીયાદીની જુબાની તથા આરોપીના બચાવ પક્ષના એડવોકેટ રાજેન્‍દ્રસિંહ ડી. ગોહિલની ઉકત અને દલીલને ધ્‍યાને લઇ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. ઉપરોકત કામે આરોપીના એડવોકેટ તરીકે રાજેન્‍દ્રસિંહ ડી. ગોહીલ, પ્રકાશસિંહ ગોહિલ, સતીષ મુંગરા, પ્રકાશ પરમાર રોકાયેલ હતા.

(3:44 pm IST)