રાજકોટ
News of Friday, 14th May 2021

સંભવનાથ સોશીયલ સર્વીસ દ્વારા રાહતભાવે લીલા નાળીયેર અને મોસંબી

રાજકોટ : શહેરમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે સંભવનાથ સોશીયલ સર્વીસ દ્વારા જરૂરીયાતમંદ લોકોની મદદ માટે સેવા યજ્ઞ શરૂ કરાયો છે. ઓકસીજનના બાટલાની જરૂર હોય તેઓને નાના બાટલા વિનામુલ્યે રીફીલ કરી દેવા ઉપરાંત રૂ.૧૦૦ ના પ નંગ લેખે લીલાનાળીયેર તેમજ રૂ.૩૦૦ માં ૧૦ કિલો મોસંબીનું અતિ સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યુ છે. દરરોજ સવારે ૧૧ થી ૬ ચાલી રહેલ આ સેવાઓ માટે રાજકોટ સ્ટોક પ્રા.લી.ના વિમલભાઇ સીદપરા, કાનુડા મિત્ર મંડળના વિભાસભાઇ શેઠ, ગીરીશભાઇ પ્રાણલાલ ખારા, યશપાલસિંહ જાડેજા (ચાંદલી), દિનકરભાઇ દાણીધારીયા, આશીષભાઇ ગાંધીનો સહયોગ મળ્યો હતો. આ તકે વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર અને મહાપાલીકાના દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, યશપાલસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા (સેનેટ સભ્ય), જૈન વિઝનના મિલન કોઠારી, હિતેષભાઇ દેસાઇ, જયભાઇ ખારા, આશિષભાઇ ગાંધી, શૈલેન્દ્રસિંહ ગોહિલ, વિજયસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, મિલન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંભવનાથ સોશ્યલ સર્વીસના મનિષભાઇ દેસાઇ, નીલભાઇ મહેતા, ધવલભાઇ મહેતાએ સહયોગી બનનાર સર્વેનો આભાર વ્યકત કરેલ.

(3:01 pm IST)