રાજકોટ
News of Friday, 14th May 2021

ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા તથા તેમના પત્ની રીવાબાએ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો

શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ વેસ્ટઝોન ઓફીસ ખાતે આજે સવારે રસી મૂકાવી

રાજકોટ,તા.૧૪: આંતરરાષ્ટ્રીય ખ્યાતમાન ક્રિકેટર તથા સૌરાષ્ટ્રનુ ગૌરવ એવા રવિન્દ્રસિંહ જાડેજા તથા તેમની પત્ની રીવાબા જાડેજાએ આજે સવારે શહેરનાં ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ મ્યનિ.કોર્પોરશેનની વેસ્ટ ઝોન કચેરીએ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો.

હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે સૌના સાથ સહકારથી કોરોના સામે જંગ જીતી પણ શકાશે. દેશમાં કોરોના વાઇરસની વેકસીન આપવાની કામગીરી સરકાર દ્વારા તબક્કા વાઇઝ ૧૫ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજ દિન સુધીમાં વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, ડોકટરો, જાણીતા ઉદ્યોગ પતિઓ સામાજીક કાર્યકર, જાણીતા અગ્રણીઓ તથા  અધિકારીઓ, પદાધિકારીઓ સહિતનાં લોકોએ રસીનો પ્રથમ તથા બીજો ડોઝ લઇ લીધો છે.

આજે સવારે ક્રિકેટર રવિન્દ્રીસંહ જાડેજા તથા તેમના પત્ની રીવાબા જાડેજાએ વેકિસનનો પ્રથમ ડોઝ લઇ કોરોના વેકસીન લઈ કોરોનાથી પોતાને સુરક્ષિત કરેલ છે. મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા કોરોના રસીકરણના કાર્યક્રમ અન્વયે વેસ્ટ ઝોનની અનુભવી અને તાલીમબદ્ધ ટીમ દ્વારા આ કોરોના રસીકરણ કરવામાં આવેલ, આરોગ્ય અધિકારી શ્રી રાઠોડ આ તકે ઉપસ્થિત રહેલ.

(3:10 pm IST)