રાજકોટ
News of Tuesday, 14th May 2019

વેસ્ટમાંથી બેસ્ટ હેન્ડીક્રાફટ

રાજકોટ : બાલભવન દ્વારા જુદા જુદા ૨૭ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી વેસ્ટમાંથી બેસ્ટ હેન્ડીક્રાફટ વર્કશોપ પૂર્ણ થયેલ છે. આ વર્કશોપમાં કેન્ડીસ્ટીકના ઉપયોગથી વોલીયીસ, તોરણ, પેનસ્ટેન્ડ તેમજ સીડીના ઉપયોગથી વોલપીસ, ટેબલ ડેકોરેશન, મટકી અને દોરીના ઉપયોગથી ફલાવર પોટ, પેન સ્ટેન્ડ, ડ્રોઈંગ પેપર ઉપર ડિઝાઈન બનાવી વોલપીસ અને તોરણ બનાવેલ. પૂર્ણાહૂતિ પ્રસંગે બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. હેન્ડીક્રાફટના તજજ્ઞ તરીકે હેમલબેન ભટ્ટે સેવા આપેલ.

(3:35 pm IST)