LG ઇલેકટ્રોનિકસની વર્ષગાંઠ નિમિત્તે મેગા રકતદાન કેમ્પ :
રાજકોટ : દેશની જાણીતી ઇલેકટ્રોનિકસ બ્રાન્ડ એલ.જી. ઇલેકટ્રોનિકસની રરમી એનિવર્સરી નિમિત્તે દેશમાં એક જ દિવસે ૧૦૦ થી વધુ શહેરોમાં રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં બ્રાંચ મેેનેજર મયુરભાઇ રાજપુરા તથા માર્કેટીંગ મેનેજર જીમ્મીભાઇ સીણોજીયા એરીયા મેનેજર નિકુંજભાઇ સાંધાણી, ગોંડલમાં વસંત ઇલેકટ્રોનિકસ સાથે લોહાણા મહાજનવાડી ખાતે, જુનાગઢના એલ.જી. શોપી કે. જે. ટ્રેડર્સ, શ્રી ગોપાલ એજન્સી અને સંકેત સાથે રેડક્રોસ સોસાયટી અને રોટરી કલબ જુનાગઢના સહયોગથી રેડક્રોસ હોલ તથા પોરબંદરમાં એલ.જી. શોપી રામ એપ્લાયન્સીસ અને પાવન ઇલકેટ્રોનિકસ સાથે આશા બ્લડ બેંક ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરતા સવારથી મોટી સંખ્યામાં રકતદાતાઓ આવી પહોંચ્યા હતા. થેલેસેમીયા પીડીત બાળકો માટે તેમજ અન્ય મેડીકલ ઇમર્જન્સીમાં જરૂરીયાત રકત માટે રકતદાન કર્યુ હતું. આયોજનમાં એલ.જી. કંપનીના સર્વિસ હેડ વેદપ્રકાશ ઝા, ટીમ મેમ્બર મહેંક જોષી, શિતલ યાદવ અને શૈલેષ રવીયા તેમજ ભૂતપૂર્વ વિધાનસભાના સભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ હાજરી આપી હતી. આ આયોજનમાં એલજીની ટીમ ઉપરાંત ડીલર મિત્રોની ટીમ ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યું હતું.