રાજકોટ
News of Tuesday, 14th May 2019

આ ચોમાસે વોંકળાઓમાં વૃક્ષારોપણનો નવતર પ્રયોગઃ મેયર

શહેરનાં ૩૪ વોંકળાઓમાં હરિયાળી છવાશેઃ ડે.મેયર

રાજકોટ તા. ૧૩ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનાં ખર્ચે વૃક્ષારોપણ થાય છે પરંતુ જાહેર માર્ગોનાં વૃક્ષોની જાળવણી મુશ્કેલ હોઇ વૃક્ષો ઉછરતાં નથી. આથી હવે આ ચોમાસામાં શહેરનાં વોંકળાઓમાં વૃક્ષારોપણનો નવકાર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે.

આ અંગે મેયર બીનાબેન  આચાર્ય ત્થા ડે. મેયર અશ્વિન મોલિયાએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ચોમસે આડે-ધડ વૃક્ષાએ પણ  કરવાને બદલે જે જગ્યાએ વૃક્ષ પુરે પુરૂ ઉછરે તેજ જગ્યાએ વૃક્ષારોપણ કરવાનું આયોજન છે.

આ આયોજન મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા અંદાજે ૩૪ જેટલા વોંકળાઓની ખુલ્લી જમીનોમાં વ્યવસ્થીત - આયોજન બધ્ધ રીતે વૃક્ષાએ પણ થશે.

મેયરશ્રીએ વધુમાં જણાવેલ કે ખુલ્લા વોંકળાઓમાં લીલાછમ અને છાંયડો આપનારા વૃક્ષો સામાજીક અને પર્યાવરણ વાદી સંસ્થાઓનાં સહયોગથી રોપવામાં આવશે.

જેથી વોંકળામાં વહેતાં પાણીને કારણે આ વૃક્ષોનો ઉછેર ઝડપી અને સરળતાથી થશે અને ટૂંકા ગાળામાં જ રાજકોટ શહેરમાં હરિયાળી ફેલાશે જેથી ઉનાળામાં હીટવેવ અને પ્રદુષણમાં પણ ઘટાડો થશે. (પ-૩ર)

(3:37 pm IST)