રાજકોટ
News of Wednesday, 14th April 2021

પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીઃ સાદાઇથી બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી

રાજકોટઃ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા આજરોજ વિશ્વવિભૂતિ મહામાનવ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી આ તકે કોંગ્રેસના આગેવાનશ્રીઓ વશરામભાઇ ચાડપા, હીરાલાલ પરમાર, કે. જી. કર્નલ સાહેબ, હીરાભાઇ ચાવડા, નરેશભાઇ પરમાર, અરવિંદભાઇ મૂછડીયા, પરેશભાઇ સોલંકી સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત હતાં જે તસ્વીરમાં દર્શાય છે.

(3:50 pm IST)