રાજકોટ
News of Wednesday, 14th April 2021

સમાજ એકતા ટ્રસ્ટ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી વેકસીનેશન કેમ્પ : લાભાર્થીઓને નાસ લેવાના મશીનની ભેટ

રાજકોટ : કોરોના સામે સુરક્ષાના ભાગરૂપે સર્વત્ર હાથ ધરાયેલ રસીકરણ અભિયાન અંતર્ગત સામાકાંઠે સમાજ એકતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કનૈયા યુવક સંસ્થા, પારૂલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભોજલરામ ટ્રસ્ટ, પુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરિવાર, યદુનંદન ગ્રુપ, લાધાબાપા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત સહયોગથી લેઉવા પટેલ સમાજની વાડી, બેડીપરા ખાતે યોજાયેલ આ કેમ્પનું દીપપ્રાગટય મહંતશ્રી ધર્મનાથજી બાપુના હસ્તે કરાયુ હતુ. અતિથિ તરીકે કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઇ વસાવડા, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, મિતુલ દોંગા, પ્રવિણભાઇ સોરાણી, પ્રદિપભાઇ ત્રિવેદી, મહેશભાઇ ચૌહાણ, કવાભાઇ માલધારી, ઇશ્વરદાસ કાપડી, શશીકાન્ત કંસારા, રાજુભાઇ ચાવડીયા, પીઢ કોંગ્રેસી અગ્રણી નાથાભાઇ કીયાડા વગેરે ઉપસ્થિત રહેલ. મહીલા અગ્રણી જયશ્રીબેન સોજીત્રા, દક્ષાબેન ભેસાણીયા, કિરણબેન સોનારા, રેખાબેન ગજેરાની અપીલથી ૫૦% થી વધુ બહેનોએ આ કેમ્પમાં રસી મુકાવી હતી. કુલ ૩૦૦ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. રસી મુકાવનાર તમામને નાસ લેવાના મશીનો ભેટ અપાય હતા. ઉપરાંત ચા-પાણી આઇસ્ક્રીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પને સફળ બનાવવા અરવિંદભાઇ ભેંસાણીયા, ઠાકરશીભાઇ ગજેરા, રામભાઇ આહીર, હાર્દીકભાઇ રાઠોડ, ચિરાગભાઇ મોલીયા, રાકેશભાઇ રાઠોડ, દિનેશ તેજાભાઇ પટેલ, ગોવાભાઇ માલધારી, રાજેશભાઇ કિયાડા, પરેશભાઇ સોજીત્રા, વલ્લભભાઇ કાતરીયા, વનરાજભાઇ સોનારા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:02 pm IST)