રાજકોટ
News of Wednesday, 14th April 2021

રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં ભા.જ.પ. આગેવાનો માટે ઇન્જેકશનો છેઃ ગરીબો માટે કાળાબજારઃ કોંગ્રેસ

ભા.જ.પ.ની ભલામણથી બેડ, ઇન્જેકશનો બધું મળી જાય છેઃ સામાન્ય નાગરિકો કાળા બજારમાં ઇન્જેકશનો લેવા મજબૂરઃ જવાબદારો સામે પગલા લ્યોઃ વિજય વાંક-ઘનશ્યામસિંહ જાડેજાનો આક્રોશ

રાજકોટ તા. ૧૪: કોંગ્રેસનાં આગેવાનો વિજય વાંક ત્થા ઘનશ્યામસિંહ જાડેજાએ એક નિવેદનમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ કોરોના મહામારી વચ્ચે લોકોની મદદ કરવાની બદલે ભાજપ આગેવાનો રેમડેસીવીર ઇન્જેકશનના કાળા ધંધા શરૂ કર્યા છે. સુરત શહેર અને પ્રદેશ અધ્યક્ષ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પ૦૦૦ ઇન્જેકસન મળી શકે અને સામાન્ય માણસને ઇન્જેકશન મળતા નથી તેવી રીતે રાજકોટમાં ભાજપ આગેવાનને જોઇએ તેટલા ઇન્જેકસન મળે છે. અન્ય દર્દીના સગાવહાલા ઇન્જેકશન માટે દોડધામ કરે કાળા બજારમાં ઉપલબ્ધ છે.

સિવિલ હોસ્પિટલમાં સેવા આપતાં ભાજપના વગદાર લોકો માટે ઇન્જેકશન ઉપલબ્ધ છે. ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે પ્રજાને સહાયરૂપ થવાને બદલે અને દર્દીને રેમડેસીવીરના ઇન્જેકશનના અડધો લાખ જેટલા બિન કાયદેસરરૂપી પૈસા પડવાનું કાંડ બહાર આવ્યું.

ગરીબોને દવા નથી મળતી અને હોસ્પિટલમાં બેડ નથી મળતા ઓકસીજન નથી મળતું સામાન્ય માણસ અને ગરીબો કોરોના મહામારીથી હેરાન પરેશાન ત્રાહિમામ છે. દુઃખી થાય ત્યારે ભાજપનાં રાજમાં ઇન્જેકશનના કાળા બજાર કરનારા સામે પગલા લેવા જોઇએ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કોંગી આગેવાનોએ ઉઠાવી છે.

(2:59 pm IST)