રાજકોટ
News of Wednesday, 14th April 2021

રાજકોટના ૧૧ સ્મશાનમાં ૧ થી ૬ કલાકનું વેઇટીંગ

કોવીડ-૧૯ની પરિસ્થિતીના અનુસંધાને શહેરમાં ૪ મોટા સ્મશાનગૃહમાં ફકત કોવિડ બોડીના તથા અન્ય ૯ સ્મશાન ખાતે સામાન્ય બોડીના અંતિમ સંસ્કારની હંગામી વ્યવસ્થા ઉભી કરાઇ : રૂખડીયાપરા - પોપટપરામાં ભારણ નથી

રાજકોટ તા. ૧૪ : કોવીડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને શહેરમાં ૪ મોટા સ્મશાન ગૃહમાં ફકત કોવિડ બોડી તથા અન્ય ૯ સ્મશાન ખાતે સામાન્ય બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ૧૧ સ્મશાનોમાં ૧ થી ૬ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે. જ્યારે રૂખડીયાપરા અને પોપટપરાના સ્મશાનગૃહમાં ભારણ નથી.

કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તથા અન્ય સંસ્થાઓ - ગ્રામ પંચાયત હસ્તકના સ્મશાનગૃહોમાં નીચેની વિગતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે અનુસાર શહેરના ૪ મોટા સ્મશાનગૃહમાં ફકત કોવિડ બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યારે અન્ય ૯ સ્મશાન ખાતે સામાન્ય બોડી અંતિમ સંસ્કાર માટે લઇ જઇ શકાશે. આ વ્યવસ્થા કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે ટૂંક સમય માટે કરવામાં આવી છે.

શહેરના સ્મશાનોમાં બપોર સુધીની સ્થિતિ

મ્યુ. કોર્પોરેશન હસ્તકના તથા અન્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત હસ્તકના સ્મશાનગૃહોમાં મ.ન.પા. દ્વારા હંગામી ધોરણે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં રામનાથપરા સ્મશાનમાં ઇલેકટ્રીક ભઠ્ઠી, ૪ ખાટલા ઉપલબ્ધ છે. ૩ થી ૪ કલાકનું વેઇટીંગ, મોટા મવા સ્મશાનમાં ૧ ઇલેકટ્રીક ભઠ્ઠી તથા ૪ ખાટલા ઉપલબ્ધ છે. ૧.૩૦ થી ૨ કલાકનું વેઇટીંગ છે.

જ્યારે અન્ય ૯ સ્મશાનમાં સામાન્ય બોડીના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નવા  થોરાળા : (૩ ખાટલા) ૫ થી ૬ કલાક  રૂખડીયા સ્મશાન : (૪ ખાટલા)  વાવડી ગામ : (૩ ખાટલા) ૧ થી ૧ાા કલાક  કોઠારીયા ગામ : (૨ ખાટલા) ૨ થી ૩ કલાક  સિંધી સમાજ સ્મશાનગૃહ (રામનાથરા) : (૨ ખાટલા) ૩ થી ૪ કલાક  રામનગર (કણકોટ) : (૨ ખાટલા) નો વેઇટીંગ  નવા ગામ : (૬ ખાટલા) ૪ થી ૫ કલાકનું વેઇટીંગ છે  પોપટપરા : (૩ ખાટલા) ઉપલબ્ધ છે.(૨૧.૩૭)

કોરોના ન હોવા છતાં અન્ય બિમારીથી

મૃત્યુ પામનારા સદ્ગતો માટે ૯ સ્મશાનોમાં અંતિમવિધિની વ્યવસ્થા

(૧) રૈયાગામ સાર્વજનિક સ્મશાનગૃહ, રૈયા ગામ પાસે

     વિજયભાઈ - ૯૮૯૮૯ ૫૩૫૩૫

(ર)  પોપટપરા કૈલાશધામ સ્મશાનગૃહ, રોણકી રોડ

     દાનાભાઈ કુંગશીયા – ૯૮૨૪૫ ૧૧૧૩૩

     જીતુભાઇ કુંગશીયા - ૮૦૦૦૧ ૫૫૫૫૫

(૩) મુકિતધામ નવા થોરાળા મેઈન રોડ

     હસુભાઈ છાંટબાર – ૯૯૧૩૭ ૭૨૫૫૫

(૪) રૂખડીયા સ્મશાનગૃહ, નકલંકપરા, રૂખડીયા હનુમાન મંદિર પાછળ

     અરવિંદભાઈ બૌવા – ૯૪૨૬૦ ૧૪૧૪૭

(૫) સ્મશાનગૃહ, વાવડી ગામ, વાવડી ગામના ગેઈટની અંદર, વોર્ડ ઓફિસ પાછળ

     બ્રિજેશભાઈ અગ્રાવત – ૮૫૩૦૦ ૦૦૮૦૦

     દશરથસિંહ જાડેજા – ૯૮૨૪૮ ૪૫૯૧૯

(૬) સ્મશાન ગૃહ, કોઠારીયા ગામ, રણુજા મંદિર રોડ

     શૈલેષભાઈ પરસાણા – ૯૮૨૫૨ ૩૧૨૬૨

(૭) સિંધી સમાજ સ્મશાનગૃહ, રામનાથપરા-૧૬, શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિર સામે

     વિજયભાઈ પુનવાની ૯૪૨૬૫૦૯૯૯૬ / ૭૦૯૬૨૩૫૮૩૨

(૮) રામનગર ગામ સ્મશાનગૃહ, કણકોટ પાસે

     જયેશભાઈ બોધરા – ૯૮૨૪૮ ૧૩૪૦૯

(૯) નવાગામ સ્મશાનગૃહ, અમદાવાદ હાઈવે

     જાદવભાઈ – ૮૩૨૦૬ ૩૬૪૦૦

રામનાથપરા સહિત ૪ સ્મશાનોમાં કોરોના મૃતકો માટે અગ્નિ સંસ્કારની વ્યવસ્થા

.    રામનાથપરા મુકિતધામ, આજી નદી કાંઠે

.    બાપુનગર સ્મશાન, ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલથી આગળ

.    મોટા મવા સ્મશાન, મોટા મવા ગામ પાસે

.    મવડી સ્મશાન, મવડી ગામ પાછળ

(2:57 pm IST)