News of Sunday, 14th April 2019
કરણપરામાં આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં રાજેશ કડીયા પકડાયો
રાજકોટઃ કરણપરા શેરી નં. ૯માં જે. ડી. ઓપ્ટીક નામની દૂકાનમાં એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી રાજેશ જેન્તીભાઇ બ્રહ્માણી (કડીયા) (ઉ.૪૪-રહે. પ્રહલાદ પ્લોટ-૨૩, મણીકુંજ)ને આઇપીએલની રાજસ્થાન રોયલ અને મુંબઇ ઇન્ડિયનની ટીમના મેચ પર સટ્ટો રમતાં પકડી લઇ રૂ. ૨૬ હજાર રોકડા, પ હજારનો મોબાઇલ ફોન મળી રૂ. ૩૧ હજારના મુદ્દામાલ સાથે પકડ્યો હતો. રનફેર તથા સેશન ઉપર સોદા કરી સટ્ટો રમતો હતો. પી.આઇ. એન. કે. જાડેજા, પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ બી. વી. ગોહિલ, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. નરેશભાઇ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, મેરૂભા ઝાલા સહિતે દરોડો પાડ્યો હતો.
(12:34 pm IST)