રાજકોટ
News of Wednesday, 14th March 2018

પાવરલીફટીંગ સ્પર્ધામાં રાજકોટના ૪ દિવ્યાંગો નેશનલ કક્ષાએ

રાજકોટ, તા.૧૪ : શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ,રોજકોટ છેલ્લા ૧૦ વર્ષથી દીવ્યાંગોના રમતગમતમા રહેલા કૌશલ્યને ક્ષેત્રિય, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રી  સ્તર પર લઇ જવાના કામ સાથે સંકળાયેલ છે.

રાજકોટ જીલ્લા દ્વારા તા.૧૬થી ૧૮ના રોજ જવાહર નેહરૂ સ્ટેડીયમ ન્યુ દિલ્હી ખાતે યોજાનારી નેશનલ પેરા લિફટીગ ચેમ્પીયનશીપ ૨૦૧૭-૧૮માં સંસ્થાના ૪ દીવ્યાંગો ગુજરાતનુ પ્રતિનિધિત્વ  કરીને રમવા જશે.

રામભાઇ બાંભવા ૫૯થી ૬૫ વેઇટ કેટેગરી માટે સિલેકટ થયા છે. ધમેન્દ્રભાઈ છેલ્લા ૭૫ થી ૮૦ની વેઇટ કેટેગરી માટે સિલેકટ થયા છે. નીલેશભાઇ ટોયટાની ૫૧થી પપવેઇટ કેરેગરી માટેસિલેકટ થયા છે. તેમજ સોનલ વસોયા ૪૫થી ૪૯ની કેટેગરી માટે સિલેકટ થયેલ છે.૩ વર્ષની  અંદર સંસ્થાના દિવ્યાંગોએ ૧ ઇન્ટરનેશનલ અને ૧૫ નેશનલ મેડલ જીતી ચુકયા છે. તેઓને સંસ્થાના પ્રમુખ શૈલેશભાઇ પંડયાએ  (મો.૯૨૭૭૮ ૦૭૭૭૮) નેશનલમાં વિજયી થવા માટે શુભેચ્છા પાઠવેલ તેમ એક યાદીમાં જણાવાયું છે.

(5:25 pm IST)