રાજકોટ
News of Wednesday, 14th March 2018

ટ્રાફિક બ્રાંચના કાર્ડ સીસ્ટમ લાંચ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ સહિત બે આરોપીના જામીન મંજૂર

રાજકોટ તા. ૧૪ :.. માસિક કાર્ડ આપી વાહન ચાલકો પાસે હપ્તા બાંધીને લાંચ લેવાના ચકચારી પ્રકરણમાં પકડાયેલ રામનાથપરા બી. ડીવીઝન સ્ટાફ કવાટર્સના હેડ કોન્સ્ટેબલ બીપીનભાઇ લવજીભાઇ મકવાણા અને દિપક કાનજી પરમારને રૂા દશ-દશ હજારના જામીન પર છોડવાનો સ્પે. કોર્ટે હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, એ. સી. ના પી. આઇ. ડી. ડી. ચાવડાએ મળેલ બાતમીના આધારે સાગર મનસુખ પટેલ પાસેથી ઉપરની રીતે રૂ. પ૦ ની લાંચ લેવા અંગે ગોંડલ રોડ ચોકડીથી ભાવનગર રોડ તરફના પુલ ઉપરથી આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં.

આ ગુનામાં ઉપરોકત બંને આરોપીઓએ જામીન પર છૂટવા અરજી કરતાં એડવોકેટ કમલેશ એન. શાહ તરફે થયેલ દલીલો, રજૂઆત અને કાનુની આધારોને ધ્યાને લઇને સ્પે. કોર્ટે બંને આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આરોપીઓને જામીન પર છોડતા કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા દર પહેલી તારીખે ત્રણ મહિના સુધી પોલીસ સ્ટેશને હાજરી પુરાવવા સહિતની શરતોને આધીન રૂ. દશ-દશ હજારનાં જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, સુરેશ દોશી, તુષાર ધ્રોણીયા, જતિન પંડયા, ધવલ પડીયા, પ્રફુલ વસાણી, જીગર સંઘવી રોકાયા હતાં.

(5:18 pm IST)