રાજકોટ
News of Wednesday, 14th March 2018

નિવૃત થયા હોય-બદલી પામ્યા હોય ને સરકારી કવાટર્સ ખાલી ન કરતા હોય તેવા બે ડઝન કર્મચારીને નોટીસો

અમુક મોટા માથા છે : આજે વધુ ર૦ને નોટીસો ફટકારાશે : સીટી પ્રાંત-૧ પટેલ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી પટેલે સરકારી કવાટર્સ ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવનાર સામે લાલ આંખ કરી બે ડઝન સરકારી કર્મચારીઓ કે જેમાંથી ધણાખરા નિવૃત થઇ ગયા છે. અમુક બદલી પામ્યા છે.

અમુક અવસાન પામ્યા છે અને કવાટર્સ ખાલી નથી કર્યા તેવા તમામને નોટીસો ફટકારી ૧૦ દિ'માં ખૂલાસો કરવા તાકીદ કરી છે. અન્યથા આ તમામ કવાટર્સનો કબ્જો લઇ લેવાશે તેવી ચેતવણી પણ અપાઇ છે.

આવા તમામ કવાટર્સ કાલાવાડ રોડ, ધરમ સિનેમા પાછળ, રેફયુજી કોલોની, યુનિવર્સિટી રોડ, રીડ કલબ, પ્રેસ કવાર્ટર ટાઉન સ્ટેશન બીલ્ડીંગના આઉટ હાઉસ, વિગેરે વિસ્તારના હોવાનું ઉમેરાયું છે. જેમને નોટીસો ફટકારાઇ તેમાં મોટા માથા પણ સામેલ છે. દરમિયાન આજે વધુ બીજી ર૦ને નોટીસો અપાયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

અત્રે જેમને નોટીસ અપાઇ છે તે તમામના નામો જાહેર કરાયા છે. જે આ મુજબ છે.

કર્મચારીનું નામ સ્થળ :-

એમ.ડી. ચાવડા, જુનીયર કલાર્કઃ-કાલાવડ રોડ, કેટેગરી-બી, ૮૪ યુનિટ સરકારી કવાર્ટર નં. ૩/રપ, રાજકોટ.

પી.બી. ડામો, નિવૃત મદદનીશઃ- મદદનીશ કચેરી અધિક્ષક, ધરમ સિનેમા પાછળ, કેટેગરી-સી, સરકારી કવાર્ટર નં. ૭/૧૦૮, રાજકોટ.

કે.એસ. કાતિયાર, નિવૃત ડ્રાઇવરઃ- કાલાવડ રોડ, કેટેગરી-બી, ૮૪ યુનિટ સરકારી કવાર્ટર નં. ૬/૬૪, રાજકોટ.

ભરત એન. જોષી, નિવૃત બાઇન્ડરઃ- રેફયુજી કોલોની, કક્ષા-બી, સરકારી કવાર્ટર નં. ડી-૧૩૩, જંકશન પ્લોટ પાસે, રાજકોટ

બી.એન. રાઠોડ, જુનીયર કલાર્કઃ- બી-૬૦ યુનિટ, યુનિવર્સિટી રોડ, કેટેગરી-બી, સરકારી કવાર્ટર નં. ૮, રાજકોટ.

ચૌહાણ નીરંજનાબેન આર., નિવૃત વોર્ડ સરવન્ટઃ- રીડ કલબ, કેટેગરી-બી, સરકારી કવાર્ટર નં. ઇ-૬૬, રાજકોટ.

ભાસ્કરભાઇ જોષી, નિવૃત વર્ક આસીસ્ટન્ટઃ- રેફયુજી કોલોની, કક્ષા-બી, સરકારી કવાર્ટર નં. ડી-૧૬૩, જંકશન પ્લોટ પાસે, રાજકોટ.

દીપક હરીભાઇ ચૌહાણ, નિવૃત પટ્ટાવાળાઃ-  પ્રેસ કવાર્ટર, સરકારી પ્રેસ પાસે, કેટેગરી-બી, સરકારી કવાર્ટર નં. ઇ-પ૬, રાજકોટ.

બાબુલાલ વાલજી પરમારઃ-ટાઉન સ્ટેશન બિલ્ડીંગના આઉટ હાઉસ, ખાદી ભવન સામે, ઢેબરભાઇ રોડ, ત્રિકોણ બાગ, રાજકોટ.

એચ.એચ. લુંભાણી, નિવૃત કુકઃ- કાલાવડ રોડ, ૮૪-યુનિટ, કેટેગરી-બી, સરકારી કવાર્ટર નં. ૭/૮૧, રાજકોટ.

બી.કે. ઝાલાઃ- નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હોમગાર્ડ કેમ્પસ, કેટેગરી-ડી-૧, સરકારી કવાર્ટર નં. ઇ-ર૧, રાજકોટ.

સ્વ. જી.એચ. ઠેબાના વારસદાર, બાનુબેન જી. ઠેબાઃ- આઉટ હાઉસ કવાર્ટર, સી.એલ.એફ.-૧૭, (ડીવીઝન કચેરી કવાર્ટર) ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ.

સ્વ. શામજીભાઇ ગોવિંદભાઇ લીંબડીયાના ધર્મપત્ની શારદાબેન શામજીભાઇ લીંબડીયાઃ- દેવભુવન, કવાર્ટર નં.ર, કક્ષા-એ, કલેકટર કચેરી કમ્પાઉન્ડ, જુની કલેકટર કચેરી, કેસરી હિન્દ પુલ પાસે, રાજકોટ.

સ્વ. એલ.જે. સોલંકીના વારસોઃ- સાઉથ હાઉસ, કક્ષા-બી, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ.

એચ.એસ. હરખાણી :- કવાર્ટર નં. ડી-૧પ૮, કક્ષા-બી, રેફયુજી કોલોની, રાજકોટ.

હુશેનભાઇ એલ. દલ :- કવાર્ટર નં. ડી-૯૦, કક્ષા-બી, રેફયુજી કોલોની, રાજકોટ.

વાય.આર. મનસુરી :- કવાર્ટર નં. ડી-૧૭૧, કક્ષા-બી-૧, રેફયુજી કોલોની, રાજકોટ.

સ્વ. બી.જી. મહેતાના વારસોઃ- કવાર્ટર નં.બી-૪૭,  કક્ષા-બી, ધરમ સીનેમા પાછળ, રાજકોટ.

પી.એમ. દુદાણી તથા શીલાબેન દુદાણી :- કવાર્ટર નં. ડી-૧૪પ, કક્ષા-બી, રેફયુજી કોલોની, રાજકોટ.

(૧) સ્વ. હેમરાજ ખેતશીના વારસો કવાર્ટર નં. ડી-૧૦ર, કક્ષા-બી, રેફયુજી કોલોની, રાજકોટ (ર) સામાવાળા વકીલશ્રી ડી.આર. ચૌધરી, ચૌધરી હાઉસ, ૧-ગાયકવાડી પ્લોટ, રાજકોટ.

સી.ડી. સોંદરવા : કવાર્ટર નં. ડી-૧૧૮, કક્ષા-બી, રેફયુજી કોલોની, રાજકોટ.

(૧) આઇ.એસ. શાહ, કવાર્ટર નં.ઇ-૭,  કક્ષા-એ, ધરમ સીનેમા પાછળ, રાજકોટ. (ર) સામાવાળા વકીલશ્રી, દીનેશ જી. શાહ, રહે. ૧પ-રમણીક હાઉસ, જયુબેલી ચોક, રાજકોટ.

(4:37 pm IST)