રાજકોટ
News of Wednesday, 14th March 2018

ગુજરાત કરાટે હરીફાઈમાં બાલભવનના વિદ્યાર્થીઓએ ૬૦ મેડલ મેળવ્યા

રાજકોટ,તા.૧૪: તાજેતરમાં ઓલ ઈન્ડિયાન વડોકાઈ કરાટે ડુ અશોસીએશન દ્વારા આયોજિત ગુજરાત કરાટે હરીફાઈ  અંબાજી ખાતે યોજાયેલ હતી, જેમાં ૧૦ થી વધારે જિલ્લામાંથી ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં બાલભવન તેમજ સેટેલાઈટ સ્કૂલ, મિરામ્બિકા સ્કૂલ, સિંહાર સ્કૂલ, એ.એચ.પી.એસ.માં કોચિંગ આપતા કોચ રણજીત ચૌહાણ તેમજ નીલમ ચાવડા તરફથી ૪૭ જેટલા બાળકોએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો. જેમાં કુમિતે (ફાઈટ) અને કાતા હરીફાઈમાં ૧૬ ગોલ્ડ મેડલ, ૧૭ સિલ્વર મેડલ અને ૨૭ બ્રોન્જ મેડલ મેળવી ગુજરાત કરાટે હરીફાઈમાં ડંકો વગાડી રાજકોટનું ગૌરવ વધાર્યું.

જેમાં બાબરિયા દેવ -કાતા ગોલ્ડ ટીમ- કાતા સિલ્વર, રૂપાવટીયા પરમ - ફાઈટ ગોલ્ડ, પીઠડીયા વત્સલ- ફાઈટ ગોલ્ડ, ગોકાણી યુવલ - કાતા સિલ્વર- ફાઈટ ગોલ્ડ, ધ્રુવ ધૈર્ય કાતા સિલ્વર- ફાઈટ ગોલ્ડ, ભૂમિ ચાવડા- કાતા બ્રોન્જ-ફાઈટ ગોલ્ડ, ભટ્ટ ધ્યાન -કાતા ગોલ્ડ- ફાઈટ સિલ્વર, અકબરી ક્રિષ્ના -કાતા ગોલ્ડ- ફાઈટ બ્રોન્ઝ, વેદાન્ત ઉનડકટ -ફાઈટ ગોલ્ડ, ધામેલિયા ધૈર્ય -કાતા ગોલ્ડ- ફાઈટ ગોલ્ડ, ઓઝા હર્ષિલ - કાતા ગોલ્ડ-ફાઈટ સિલ્વર, જાડેજા રાજવીરસિંહ કાતા- સિલ્વર- ફાઈટ ગોલ્ડ, ધરજિયા પાર્થ - કાતા ગોલ્ડ, રાઉત કેવલ - ફાઈટ ગોલ્ડ,  કુવડિયા સોહમ- ફાઈટ સિલ્વર, કોટક કૂચિત -કાતા સિલ્વર, ખંઢેરા રોહન- ફાઈટ સિલ્વર, રખાસિયા કિશન -ફાઈટ સિલ્વર, કોઠારી ક્રિશ -ફાઈટ સિલ્વર, દેવાંશ ઉપાધ્યાય - ફાઈટ સિલ્વર, તલસાણિયાં પૂર્વા- કાતા સિલ્વર, પંડિયા પ્રેમ - કાતા સિલ્વર, હાપાણી નિત્ય - ફાઈટ સિલ્વર, વાગડિયા માધવ - ફાઈટ સિલ્વર, ભારમલ હુસેના ફાઈટ- બ્રોન્ઝ, આર્ચી સેજપાલ -ફાઈટ બ્રોન્ઝ, ઓમ મકવાણા - ફાઈટ બ્રોન્ઝ, પારેખ નંદ - ફાઈટ બ્રોન્ઝ, રિદ્વિ અભિચંદાણી- ફાઈટ બ્રોન્ઝ, યાના વોરા - ફાઈટ બ્રોન્ઝ, સેલજા પારેખ- ફાઈટ બ્રોન્ઝ, બારૈયા ભવ્યા - ફાઈટ બ્રોન્ઝ, મહેતા ધનવી - ફાઈટ બ્રોન્ઝ, ભીમાણી પ્રાપ્તિ- ફાઈટ બ્રોન્ઝ, ધનરાજ લાખાણી- ફાઈટ બ્રોન્ઝ, જાડેજા કુમકુમબા- ફાઈટ બ્રોન્ઝ, હરસોડા આયુષ- ફાઈટ બ્રોન્ઝ, વિશ્વકર્મા શ્યામ- ફાઈટ બ્રોન્ઝ, પંજાબી રેયાંશ- કાતા બ્રોન્ઝ, આરદેશના હેત - ફાઈટ બ્રોન્ઝ

આ ઉપરાંત પાંડે યુગાંઠ, વસાવડા સ્તવન, સોમાંની બિરવા, ગૌતમ જોષી, કારીયા મનન, સાહિલ સિદ્દકી, મંથન અકબરીએ સ્ટેટ લેવલ કોમ્પીટીશનમાં ભાગ લીધેલ.

બધાજ વિદ્યાર્થીઓને બાલભવન તેમજ નીલમબેન  તથા રણજીતભાઈ અને કરાટે ટીમે અભીનંદન પાઠવ્યા છે.

(4:33 pm IST)