રાજકોટ
News of Wednesday, 14th March 2018

સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર પ્રદર્શિત

રાજકોટ : એવીપીટી, સુરક્ષા સેતુ સોસાયટી અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા વિદ્યાર્થીઓના ચારિત્ર અને કારકીર્દી ઘડતર અંગે માર્ગદર્શન અર્થે સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પર આધારીત 'નેમ આર્ટસ'ના સર્જક મનીષભાઇ પારેખ લિખિત, દિગ્દર્શીત, અભિનિત નાટક 'અરાઇઝ! અવેઇક! નો એક પ્રયોગ હેમુ ગઢવી હોલ ખાતે ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ શ્રી નિખીલેશ્વરાનંદજી, જિલ્લા વિકાસ અધિકારી જી. ટી. પંડયા, જિલ્લા તિજોરી અધિકારી એસ. જી. ટાપરિયા, કાર્યપાલક ઇજનેર એમ. પી. ત્રિવેદી, સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય ડો. જી. જે. વાળા, સરકારી પોલીટેકનીક રાજકોટના આચાર્ય ડો. પી. પી. કોટક, એવીપીટી એલ્મની એસો.ના આર. એલ. ઠેસીયા વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આચાર્ય ડો. એ. એસ. પંડયા, એ.વી.પી.ટી.આઇ. સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(4:32 pm IST)