રાજકોટ
News of Wednesday, 14th March 2018

'કલાઇમેટ ચેન્જ'નાં એકશન પ્લાનની આંતરરાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સમાં પ્રશંસા

કેનેડા ખાતે ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી તથા કલાઈમેટના બોર્ડ મેમ્બર્સની મીટિંગ તથા ઇન્ટર ગવર્નરમેન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેન્જ આઈ.પી.સી.સીની કોન્ફરન્સ સંપન્ન

રાજકોટ,તા.૧૪: કેનેડામાં યોજાયેલ ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી તથા કલાઈમેટના બોર્ડ મેમ્બર્સની મીટિંગ હતી. જેમાં કલાઈમેટ ચેન્જની દિશામાં લીધેલ પગલા, કલાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા માટે કરેલા માટે કરેલા પ્રયાસોની ચર્ચા થઇ, આ ઉપરાંત શહેરોમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગેની ચર્ચા વિચારણા થઇ હતી તેમ ડો.જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ.

આ અંગે ડો.જૈમન ઉપાધ્યાયએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઈમેટ એ ૬ ખંડના ૧૧૯ દેશોના ૭૧૦૦ મેમ્બર્સ સિટીનું ગઠબંધન છે જે કલાઈમેટ ચેન્જ દ્યટાડવા તથા એનર્જી ઓફિસિયલ પર કાર્ય કરવા માટે કટીબદ્ઘ છે. રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય આ બોર્ડના એડવાઈઝરી કમીટીના મેમ્બર છે.

રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જનની ઇન્વેનટી તૈયાર કરેલ છે તથા કલાઈમેટ રેસીલીયંટ સિટી એકશન પ્લાન ઓલરેડી બનાવેલ હોઈ, રાજકોટ શહેરના આ એકશન પ્લાન બનાવવા અંગે થયેલ ચર્ચા વિચારણા તથા જરૂરી માહિતી એકત્રકરણ માટે વિવિધ ડીપાર્ટમેન્ટ સાથેનું સંકલન કેવી રીતે કરવામાં આવ્યું તથા આ પ્લાન માટે રાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજી વિશે જાણીને તેની વિવિધ શહેરો તથા એક્ષપર્ટ દ્વારા સરાહના કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટના શહેરના પ્રયાસો તથા વિશ્વ ભરના શહેરોનાં વિચારોની આપ-લે અને ચર્ચા થયેલ. તા. ૫ થી ૭ માર્ચ ૨૦૧૮નાં રોજ ઇન્ટરગવર્નરમેન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેન્જ આઈ.પી.સી.સીની કોન્ફરન્સ યોજાયેલ હતી. જેમાં આ વિષય પર કામ કરતી વિશ્વભરની યુનિવર્સીટીઓના એક્ષપર્ટ, રીસચર્સ, વિવિધ શહેરના ઓફિસર્સએ હાજરી આપેલ હતી. આ કોન્ફરન્સમાં સસ્ટેઈનેબલ ડેવેલોપમેંટ ગોલના વિવિધ ગ્લોબલ એજન્ડા, કલાઈમેટ તથા તા.૭ માર્ચના રોજ પેનલ ડિસ્કસનમાં રાજકોટ શહેરે કેવી રીતે સતત પ્રયાસો દ્વારા તથા સસ્ટેનેબલ ડેવેલોપમેંટનાં સિદ્ઘાંતનાં આધારે તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરેલ કામગીરી તથા તેના દ્વારા થયેલ ફાયદા તથા રાજકોટને મળેલી વૈશ્વિક સિદ્ઘિઓ વિશે ચર્ચા કરેલ હતી. જેની લોકોએ સરાહના કરવામાં આવી હતી તેમ  મેયરએ અંતમાં જણાવ્યુ હતુ.  

 

(4:31 pm IST)