રાજકોટ
News of Wednesday, 14th March 2018

અમારી લડત વ્યાજબી જ છે : જીબીઆ

વીજ ઇજનેરોની હડતાલ ને ગેરકાયદેસર ઠેરવી તે વ્યાજબી નથી : બી.એમ. શાહ : આજ ઇજનેરોનો ગાંધીનગરમાં મોરચો : સત્યાગ્રહ : અમે વાટઘાટો માટે હજુ પણ તૈયાર છીએ

વીજ ઇજનેરોએ ગાંધીનગરમાં આજે સત્યાગ્રહ કર્યા- ધરણા યોજયા ત્યારની તસ્વીર.

રાજકોટ, તા. ૧૪ : વીજ ઇજનેરોએ આંદોલન શરૂ કર્યુ છે, આજે પણ વર્કયુ રૂલ ચાલુ જ છે, આજે ગાંધીનગરમાં મોરચો માંડ્યો છે, હોદ્દેદારો દ્વારા ત્યા સત્યાગ્રહ -ધરણા યોજાયા છે.

દરમિયાન જીબીઆની એક યાદી મુજબ, જીબીઆ દ્વારા તા. ૧૯-૦૩-ર૦૧૮ના રોજ પગાર સુધારણા ભથ્થા તેમજ સ્ટાફ સેટ અપ જેવી અન્ય ર૭ જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓ બાબતે હડતાળ નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે. સદરહ બાબતે જીબીઆ દ્વારા જીયુવીએનએલ મેનેજમેન્ટ અને સરકારશ્રીમાં છેલ્લા દોઢ-બે વર્ષોથી અવાર નવાર લેખિત, મૌખિક અને રૂબરૂ મીટીંગો દ્વારા વારંવાર વિનંતીપૂર્વક, શાંતિપૂર્વક રજુઆતો કરવામાં આવેલ હતી. તેના અનુસંધાને ગત તા. ૩૦-૮-ર૦૧૭ના રોજ ગાંધીનગર મુકામે જીબીઆ સાથે સરકારશ્રી અને જીયુવીએનએલ મેનેજમેન્ટની હાજરીમાં મીટીંગમાં માંગણીઓની રજુઆતો કરવમાં આવેલ છે જેમાં જીબીઆ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ માંગણીઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

જીબીઆ દ્વારા છેલ્લા ત્રણ માસથી ફરીથી વારંવાર રજુઆતો કરવા છતાંય માંગણીઓ ન સ્વીકારવાને કારણે ના છુટકે જીબીઆ ને તા. ૧૯-૦ર-ર૦૧૮ના રોજ રાજયવ્યાપી હડતાલની નોટીસ આપવાની ફરજ પડેલ છે. આ હડતાલની નોટીસ કાયદેસરની છે. કારણ કે જીયુવીએનએલ મેનેજમેન્ટને અમારી માંગણીઓના નિરાકરણ અને અમલીકરણ કરવા માટે પુરતો સમય આપવામાં આવેલ છે. તેમજ હડતાલની નોટીસ ઇસ્યુ કર્યા બાદ પણ મેનેજમેન્ટ દ્વારા જીબીયા એસોસીએશનને મીટીંગ માટે બોલાવી વાટાઘાટો કરી સમાધાનનની પ્રક્રિયા આદરેલ કે પ્રયત્નો કરવામાં આવેલ નથી. તેથી બંધારણમાં કાયદાની રૂએ મળેલ હકકો અને અધિકારો મેળવવા માટે હડતાલ પર જવા મજબૂર વશ થઇને અમોને ફરજ પાડવામાં આવેલ છે.

જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા પરિપત્ર ઘોષિત કરી અમારી હડતાલને ગેરકાયદેસર ઠેરવેલ છે. તે ન્યાયિક રીતે જરાપણ વ્યાજબી નથી. મેનેજમેન્ટ દ્વારા અમારી હડતાલને ગેરકાયદેસર ફેરવવામાં જેટલો સમય વેડફવામાં આવેલ છે તેના બદલે આ સમય જીબીઆ સાથે જરૂરી વાટાઘાટો કરી માંગણીઓનો યોગ્ય નિકાલ કરવા માટે ફાળવેલ હોત તો અમારૂ માનવું છે કે ઘણાય પ્રશ્નોનું નિરાકરણ આવી ગયેલ હોય તે બાબત સ્પષ્ટ છે.

જીબીઆ દ્વારા ચલાવવામાં આવતી લડત ફકત ઇજનેરો અને અધિકારીઓ પુરતી મર્યાદિત નથી. પરંતુ જીયુવીએનેલ હેઠળની તમામ કંપનીઓના સમગ્ર અંદાજે પપ,૦૦૦ થી વધુ કર્મચારીએ અને તેના  પરિવારના હિતમાં હોય તે માટેની લડત છે. પરંતુ મેનેજમેન્ટના નકકી વલણના કારણે રાજયની ઔદ્યોગિક શાંતિ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે. આ બાબત જ મેનેજમેન્ટની અહંકારી નીતિનું એક આદર્શ ઉદાહરણ છે.

સેક્રેટરી જનરલ શ્રી બી.એમ. શાહે ઉમેર્યુ છે કે, જીબીઆ એસોસીએશન હજુ પણ હકારાત્મક વલણ અપનાવી ઉપસ્થિત કરવામાં આવેલ માંગણીઓ બાબતે વાટાઘાટો દ્વારા નિરાકરણ કરવા માટે મેનેજમેન્ટને પત્રો દ્વારા જાણ કરવામાં આવેલ છે અને તૈયાર પણ છે. તેમ છતાંય જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા મીટીંગો માટે જીબીઆને આમંત્રણ ન પાઠવી માંગણીઓનો સુદ નિરાકરણ કરવામાં કોઇ રસ ન હોય તેવું જણાય રહ્યું છે. જેથી આમ નજીકના ભવિષ્યમાં જીબીઆની માંગણીઓનો નિકાલ નહીં આવે તો જીબીઆ દ્વારા જાહેર કરેલ લડતને બમણા જોમથી લડવાનું અહવાન કરવામાં આવેલ છે અને તમામ માંગણીઓનો યોગ્ય ન્યાયિકપૂર્વક નિર્ણય ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું જીબીઆના હોદેદારો અને સભ્યો દ્વારા નકકી થયેલ છે.

(4:49 pm IST)