રાજકોટ
News of Friday, 14th February 2020

મહાશિવરાત્રીએ નિકળનાર શિવ શોભાયાત્રાનું વિવિધ રાજમાર્ગો ઉપર સ્વાગત થશે

હાથી, ઘોડા, ફોરવ્હીલ, ફલોટસ પણ જોડાશેઃ સંતો મહંતો આર્શીવચન પાઠવશે

રાજકોટઃ તા.૧૪, આગામી તા.૨૧ના શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ શિવ શોભાયાત્રા દ્વારા ધ્વજારોહણ, રૂદ્રભિષેક, રૂટ ઉપર ધ્વજા પ્રચાર, પ્રસાદ, બેનર વિગેરેનો કાર્યક્રમ કરવામાં આવેલ છે.

શિવ શોભાયાત્રા  તા.૨૧ને શુક્રવારે બપોરે ૨ વાગ્યે ૧૧ દિકરીઓ તથા સંતો મહંતો તથા વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તથા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીના હસ્તે શિવશોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. જેમા સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહેશે. શિવતાંડવ પણ રજુ થશે. હાથી, ઘોડા રથ વિવિધ પ્રકારના  ફોર વ્હીલ તથા  ટુ વ્હીલર તથા રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી થઇને રૈયા ગામ દશનામ ગોસ્વામી સમાજના સમાધી સ્થાને સાંજે ૭:૩૦ વાગ્યે મહાઆરતી, મહાપ્રસાદ બાદ સમાપન થશે.

તસ્વીરમાં સર્વશ્રી ડો.મનીષગીરી કાંતીગીરી, દિનેશગીરી હીરાગીરી, બળવંતપુરી ગજરાજપુરી, રાજેશગીરી ઇશ્વરગીરી, રાજેશગીરી મુળગીરી, ભાવેશપુરી મનસુખપુરી, હર્ષીલગીરી સંજયગીરી, જીતેન્દ્રગીરી કીશોરગીરી, નિલેશભાર્થી ભગવાનભાર્થી, અશ્વિનગીરી જેન્તીગીરી અને મુકેશગીરી પ્રેમગીરી નજરે પડે છે. વધુ વિગત માટે મો.૯૫૧૨૪ ૫૩૭૦૯ ઉપર સંપર્ક કરવો. (તસ્વીરઃ બગથરીયા)

(3:43 pm IST)