રાજકોટ
News of Friday, 14th February 2020

ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડેમી દ્વારા ટેનિસ ટૂર્નામેન્ટ

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્રે હબ બને તે હેતુથી ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં ગ્રીનવુડ ફૂટબોલ ટ્રોફીનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ સૌરાષ્ટ્રમાં નેશનલ લેવલની  ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશન ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન  ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી રાજકોટ ખાતે કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી ટોપ સીલેકટેડ ટેનીસ પ્લેયરોએ ભાગ લીધેલ હતો. 

ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમીનાં ડાયરેકટર શ્રી મયુરધ્વજસિંહ જાડેજા જણાવે છે કે ટુંક સમયમાં ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી સૌરાષ્ટ્રની સૌપ્રથમ હોકી કબલ (ગ્રીનવુડ હોકી કલબ) લઇને આવે છે. જે રાજકોટમાં રેસકોર્ષ હોકી ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે.  ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસીએશન ટેનીસ ટુર્નામેન્ટમાં અં-૧૪ સીગલ્સ બોયઝ કેટેગરીમાં જેવીન કાનાણી વિજેતા તથા કનિષ્ક જેટલી ઉપવિજેતા જાહેર થયેલ તેમજ ગર્લ્સ કેટેગરીમાં દેવાંશી ગોહિલ વિજેતા તથા વેદાશી શાહ ઉપવિજેતા જાહેર થયેલ. તેમજ અં-૧૪ ડબલ્સ બોયઝ કેટેગરીમાં જેવીન કાનાણી અને મેદ્ય પટેલ વિજેતા તથા સિધ્ધાંત પટેલ અને નિવ પરમાર ઉપવિજેતા જાહેર થયેલ તેમજ ગર્લ્સ કેટેગરીમાં સુહાની પારીખ અને દેવાંશી ગોહિલ વિજેતા તથા હિરવા રંગાણી અને શૈયવી દલાલ ઉપવિજેતા જાહેર થયેલ. વિજેતા તેમજ ઉપવિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં. ટુર્નામેન્ટનાં સફળ આયોજનમાં ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમીનાં મેનેજરશ્રી રાહુલ ઉન્નીથન અને ટેનીસ કોચ શ્રી સૌરભ રદ્યુવંશીએ જહેમત ઉઠાવેલ.

(3:41 pm IST)