રાજકોટ
News of Friday, 14th February 2020

વોર્ડ નં. ૨ના વિવિધ વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ બહુમાળીભવન પાછળનો રોડ, કિતાબઘર પ્રેસવાળી શેરી, ચાણકય-સી એપાર્ટમેન્ટવાળી શેરી તથા કસ્તુરબા ટેલીફોન એક્ષચેન્જ રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર સોફીયાબેન દલ તથા લત્તાવાસીઓના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં. ૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કમલભાઈ ભટ્ટ, યોગરાજસિંહ જાડેજા, બ્રિજેશભાઇ મારુ, જયભાઈ પંડ્યા, મીથુનભાઈ, જે. ડી. ઉપાધ્યાય, કિરીટભાઈ પાઠક, ભરતભાઈ કાઠી, દીપાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, શ્રધ્ધાબેન સીનોજીયા, ગુલાબસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, નીશ્યલભાઈ જોષી, જયરાજસિંહ જાડેજા, રાજુભાઈ લાખાણી, પૃથ્વીસિંહ વાળા, રાજુભાઈ પારેખ, ગઢવીભાઈ, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, પૂર્વ મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, ડો. સોનલ ચંદારાણા કલીફ એપાર્ટમેન્ટ (પી. ડી. યુ. મેડીકલ કોલેજ), પ્રજ્ઞેશભાઈ પટેલ, ડો.પારસ શાહ (ધર્મવિલા), મયુરભાઈ ઝાલા, પાનાચંદભાઈ ગુઠકા, ઉપેનભાઇ મોદી (પ્રભાત બી.), અજયભાઈ શાહ (ધર્મવીલા), જયશ્રીબેન શાહ (ધર્મવીલા), જયશ્રીબેન આર. શાહ (ધર્મવીલા), ગીતાબેન ઝાલા, ફોરમબેન શાહ, ચંદાબેન શાહ, સોનલબેન પટેલ, શિલ્પાબેન પટેલ, શૈલાબેન, પાવનભાઈ (ચાણકય), અતુલભાઈ ઠકરાર વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)