રાજકોટ
News of Friday, 14th February 2020

ભગવતીપરામાં રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

ભારતીય યાદવ મહાસભા અને બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આહીર સમાજની વાડી ખાતે સેવામય આયોજન

રાજકોટ તા. ૧૪ : ભારતીય યાદવ મહાસભા અને બજરંગ મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૧૬ ના રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા બન્ને સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૬ ના રવિવારે આહીર સમાજની વાડી, ૧૬/૧૯ નો ખુણો, ભગવતીપરા ખાતે સવારે ૯ થી ૧૨ સુધી યોજવામાં આવેલ આ કેમ્પમાં નેત્રરો માટે ડો. હેમેન્દ્રભાઇ મહેતા, હોમિયોપેથી સારવાર માટે ડો. એન. જે. મેઘાણી, આયુર્વેદીક સારવાર માટે ડો. કેતનભાઇ ભીમાણી સેવા આપાશે.

એજ રીતે એકયુપ્રેસર કેમ્પમાં રાજુભાઇ બુધ્ધદેવ, કિશોરભાઇ પારેખ, ગોરધનભાઇ લાલસેતા, સબ્બીરભાઇ ભારમલ, જયેશભાઇ રાણપરા, રેકી ગ્રાન્ડ માસ્ટર મનિષભાઇ વસાણી, અરજણભાઇ પટેલ, રત્નાબેન મહેશ્વરી, દિનેશભાઇ આડેસરા, પ્રવિણભાઇ ગેરીયા, ભગવાનભાઇ મિસ્ત્રી, દિનકરભાઇ રાજદેવ વગેરે સેવા આપશે.

આ કેમ્પમાં નિદાન સારવાર આપવા ઉપરાંત દર્દી સાજા ન થાય ત્યાં સુધી દર શનિવારે સાંજે ૪ થી પ બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના કાર્યાલય, ૯-રઘુવીરપરા, ગરેડીયા કુવા રોડ ખાતે વિનામુલ્યે દવા અપાશે.

ભારતીય યાદવ મહાસભા શહેર જિલ્લા પ્રમુખ અને ભગવતીપરાના યુવા અગ્રણી વિક્રમભાઇ ડાંગરના નેતૃત્વમાં થયેલ આ કેમ્પને સફળ બનાવવા સેવાભાવી યુવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તેમજ સહયોગમાં બજરંગ મિત્ર મંડળના પ્રભુદાસભાઇ તન્ના, કે. ડી. કારીયા, ધીરૂભાઇ કોટક, બળવંતભાઇ પુજારા, ઇશ્વરભાઇ ખખ્ખર, રોહીતભાઇ કારીયા, મનુભાઇ ટાંક, જતીનભાઇ કારીયા, ચંદુભાઇ ગોળવાળા, જે. ડી. ઉપાધ્યાય, ધૈર્ય રાજદેવ, બી. એલ. મહેતા વગેરે સેવા આપશે.

કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશીષભાઇ વાગડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર વગેરે ઉપસ્થિત રહેશે.

કેમ્પમાં આહીર સમાજના અગ્રણી લાભુભાઇ ખીમાણીયા, ક્ષત્રિય સમાજના અગ્રણી અનીરૂધ્ધસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ હેરભા, બલદેવભાઇ ડાંગર વગેરે ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિક્રમભાઇ ડાંગર, વિજયભાઇ રાઠોડ, કે. ડી. કારીયા, ધૈર્યભાઇ રાજદેવ, રોહીતભાઇ કારીયા, પ્રવિણભાઇ ગેરીયા, દર્શન ચૌહાણ, કિશન આંબલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:39 pm IST)