રાજકોટ
News of Friday, 14th February 2020

રવિવારે સતવારા જ્ઞાતિના સમૂહલગ્ન : શાહી વરઘોડો નીકળશે

૨૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : કરીયાવરમાં ૨૪૫ વસ્તુઓ અપાશે : દાતાઓનું સન્માન

રાજકોટ, તા. ૧૪ : આગામી રવિવારે સતવારા જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયેલ છે. ઘરઆંગણે પ્રસંગ ઉજવવામાં આવતો હોય તેવી જ રીતે ઉજવવામાં આવશે તેમ જ્ઞાતિના આગેવાનોએ જણાવેલ. શાહી ઠાઠમાં વરઘોડો નીકળશે. તો કરીયાવરમાં દીકરીઓને ૨૪૫ વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે  સમાજના વડીલો, દાતાઓનું સન્માન પણ કરવામાં આવશે.

શ્રી સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા રાજકોટમાં ૨૫ દીકરીઓના સમુહલગ્ન તા.૧૬ના રવિવારે રાતરીના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શાહી વરઘોડો તથા શાસ્ત્રોકત વિધિ દ્વારા લગ્નોત્સવનું આયોજન કરેલ છે. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ તથા દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. કરીયાવરમાં ૨૪૫ વસ્તુઓ આપવામાં આવશે.

આયોજનમાં સતવારા જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રભુલાલ નકુમ, સમૂહલગ્ન સમિતિ દિનેશભાઈ કણઝારીયા તેમજ મુખ્ય કન્વીનર અશોકભાઈ કણઝારીયા, ગાંધીગ્રામના પ્રમુખ વલ્લભભાઈ બુમતારીયા, વિજયભાઈ ખાંદલા, હરીભાઈ નકુમ, પિયુષ પરમાર, પીટી પરમાર, વિનોદભાઈ રાઠોડ, ચંદ્રકાંતભાઈ પરમાર, જયેશભાઈ રાઠોડ, પરેશભાઈ ખાણધર, કૌશિકભાઈ ચૌહાણ, કાળુભાઈ નકુમ, પરસોતમભાઈ બુમતારીયા, ડીકે પરમાર, હેમરાજભાઈ, હરીભાઈ, ભરતભાઈ તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમૂહલગ્નમાં કુરીવાજ, ખોટા ખર્ચા બચાવવા, વ્યસનમુકિત, બેટી બચાવો જેવા સંદેશા પ્રસરાવવામાં આવશે. વધુ વિગતો માટે સતવારા વિદ્યાર્થી ભવન સરસ્વતી પાર્ક, રૈયા રોડ, રાજકોટ - ફોન-૦૨૮૧-૨૫૮૫૯૫૬  ખાતે સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)