રાજકોટ
News of Friday, 14th February 2020

વોર્ડ નં. ૧૩ માં ૧૭ વર્ષ જુના દુષિત પાણીનો પ્રશ્ન ઉકેલાયોઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્ન સફળ

આ વિસ્તારમાં ૬ કરોડનાં ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન નંખાશેઃ શહેર પ્રમુખ અશોક ડાંગર અને જાગૃતીબેન ડાંગર દ્વારા કામનો પ્રારંભ

રાજકોટ તા. ૧૪ :.. શહેરનાં વોર્ડ નં. ૧૩ માં ૧૭ વર્ષ જુના દુષિત પાણીનો પ્રશ્ન કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પ્રયત્નથી ઉકેલાયો છે. આ વિસ્તારમાં ૬ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ નાખવામાં આવશે. આ કામનું ખાત મુર્હૂત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર તથા કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ અંગે જાગૃતીબેને જણાવ્યું હતું કે,   વોર્ડ નં. ૧૩ માં દુષીત પાણીના પ્રશ્નને લઇ છેલ્લા ૪ વર્ષમાં અનેક વખત સતત રજુઆત કરી અંતે ૧૭ વર્ષ જુનો પ્રશ્ન હલ કરવામાં સફળતા મળી અને તાત્કાલીન મ્યુ. કમિ. બંછાનીધી પાની દ્વારા આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લી ધી.

હવે આ વિસ્તારના લોકોને આ સમસ્યામાંથી છૂટકારો મળશે. આજરોજ આ કામનું મુર્હુત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના હસ્તે કરવામાં આવેલ અને આ વિસ્તારના લોકો પણ હાજર રહેલ જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ જેમાં આ વોર્ડના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, હરીભાઇ પટેલ, દિનેશભાઇ ગોંડલીયા, હરેશભાઇ ડોડીયા, મેપાભાઇ કણસાગરા, ભાસ્કર મહેતા, સવજીભાઇ ડાંગર, હરેશભાઇ ભાડેસીયા, સરોજબેન રાઠોડ, રમાબેન, હેતલબેન, મુકતાબેન, ભાનુબેન, માયાબેન ભાવિકાબેન, રંજનબેન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં.

(3:11 pm IST)