રાજનગર ચોકમાં ૪ શખ્સોની જુના મનદુઃખને લીધે ધબધબાટીઃ ટોળા ઉમટ્યાઃ પોલીસે બેને પકડી લીધા
ધર્મેશ રાઠોડ, દિનેશ રાખશીયા, નયન ઉર્ફ સની સોલંકી અને નિતીન ઉર્ફ કાનો વાઘલા સામે બખેડાનો ગુનો નોંધી કાર્યવાહી
રાજકોટઃ રાત્રીના નાના મવા રોડ પર રાજનગર ચોકમાં ચાર શખ્સોએ જાહેરમાં એક બીજા સાથે ધબધબાટી બોલાવતાં અને બખેડો કરી સુલેહશાંતિનો ભંગ કરતાં લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ. દિલીપસિંહ જાદવ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસ પહોંચતા બે શખ્સ ભાગી ગયા હતાં અને બે શખ્સ ધર્મેશ મંગાભાઇ રાઠોડ (ઉ.૨૫-રહે. આંબેડકરનગર-૧૦, એસટી વર્કશોપ પાછળ) તથા અજય દિનેશભાઇ રાખશીયા (ઉ.૨૧-રહે. આંબેડકરનગર-૧૪) પકડાઇ ગયા હતાં. આ બંનેની પુછતાછમાં ભાગી ગયેલા બે શખ્સોના નામ સની ઉર્ફ નયન રમેશભાઇ સોલંકી (રહે. દેવનગર-૨) અને નિતીન ઉર્ફ કાનો વલ્લભભાઇ વાઘેલા (આંબેડકરનગર-૧૪) ખુલ્યા હતાં. જુના મનદુઃખને લીધે આ ચારેય વચ્ચે માથાકુટ થયાનું ખુલ્યું હતું. પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં બખેડાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.