રાજકોટ
News of Friday, 14th February 2020

પોદાર સ્કૂલમાં સાયબર સેફ્ટી વર્કશોપ

રાજકોટ :  પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ખાતે પ્રિન્સિપાલ ડો.મયુર પાટડીયા ના માર્ગદર્શન હેઠળ પીઆઈસી હેડ ઓફિસ મુંબઈથી આવેલા જયાબેન અને આરનાબેન દ્વારા શાળાના ધોરણ પ થી ૧૦ ના વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોનો સાયબર સેફ્ટી વિષય પર વર્કશોપ લેવામાં આવ્યો હતો. જેની અંદર બે દિવસ દરમિયાન ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને સાયબર સેફટી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

(1:05 pm IST)