રાજકોટ
News of Friday, 14th February 2020

રાજકોટના મુખ્ય સેસન્સ જજ ગીતાબેન ગોપી સહિત ચાર ન્યાયાધીશોની હાઇકોર્ટ જજ તરીકે પસંદગી

ગીતા-ગોપી, ઇલેશ વોરા, અશોક જોષી અને રાજેન્દ્ર શરીનનો કોલેજીયમ સીસ્ટમાં સમાવેશ

રાજકોટ તા.૧૩ : રાજકોટના મુખ્ય પ્રિન્સીપાલ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ શ્રી ગીતાબેન ગોપી મેડમ સહિત રાજયના ચાર સેન્સ જજ કેડરના ન્યાયાધીશોની હાઇકોર્ટ જજ તરીકે પસંદગી કરવામાં આવી છે.

જેઓને હાઇકોર્ટ જજ બનાવેલ છે તેમાં રાજકોટના ગીતાબેન ગોપી, ઇલેશ વોરા, અશોક સી.જોષી ત્થા રાજેન્દ્ર એમ.શરીનનો સમાવેશ થાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી એ.સી. જોષી અને ઇલેશ વોરા અગાઉ રાજકોટ ખાતે સેસન્સ જજ તરીકે ફરજ બજાવી ચુકયા છે શ્રી વોરા હાલમાં ગાંધીનગર ખાતે શ્રી જોષી વડોદરા ખાતે સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ તરીકે ફરજ બનાવી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટના કોલેજીયમની ગઇ કાલ તા.૧ર ફેબ્રુઆરી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના ઉપરોકત આરોપી જજોની હાઇકોર્ટ  જજ તરીકે પ્રમોશન આપીને બઢતીમાં લેવાની ભલામણ કરવામાંં આવી છે.

હવે આ પછી આ ચારેય સેસન્સ જજોને બઢતી આપીને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે લેવામાં આવશે.

હાલમાં રાજકોટ ખાતે મુખ્ય સેસન્સ જજ તરીકે ગીતાબેન ગોપી ફરજ બજાવી રહ્યા છે. અને તેઓના કાર્યકાળ દરમિયાન રાજકોટમાં લોક-અદાલતો સહિતની કાર્યવાહી કરીને રાજકોટ ખાતે ઘણી જ મહત્વની કામગીરી બજાવી છે.

(4:32 pm IST)