રાજકોટ
News of Wednesday, 14th February 2018

સંતાનો ઉપર અવિરત આશીર્વાદ-પ્રેમ વરસાવતા વાલીઓઃ વેલેન્ટાઇન ડેની ખરી ઉજવણી

રાજકોટઃ શહેરની વિરાણી હાઇસ્કુલમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. વિરાણી હાઇસ્કુલમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતા-પિતાનું પુજન કરીને સંતાનોએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી  સમાજમાં નવી કેડી કંડારી છે. પશ્ચિમી વાયરા સામે ભારતીય સંસ્કૃતિની  દિવ્ય જયોત વિરાણી હાઇસ્કુલમાં પ્રજવલીત થઇ હતી. વીરાણી સ્કુલના પ્રિન્સીપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે રપ૦ વિદ્યાર્થીઓએ વાલીઓનું પુજન કરેલ. વિદ્યાર્થીઓએ ગૌશાળા-પાંજરાપોળમાં ગાયને  અને કુતરાઓને રોટલી અને લાડુઓનું ભોજન કરાવ્યું હતું. પ્રસ્તૃત તસ્વીરમાં માતા-પિતાનું પુજન કરીને શુભાષીશ મેળવતા છાત્રો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)