રાજકોટ
News of Thursday, 14th January 2021

માલીયાસણ પાસે કલેકટરનું ઓપરેશનઃ ૩૦ કરોડની જમીન ખુલ્લી

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સવારે ૧૧ વાગ્યાથી પ્રાંત ચરણસિંહ-મામલતદાર કથીરીયા અને ટીમ દ્વારા કામગીરીઃ લોકોના ટોળેટોળા : માલીયાસણ ગામના ૧૬ દબાણો કડડડભૂસઃ ચાંદની હોટલ-ઠાકર હોટલ-ચામુંડા હોટલ-બાયોડીઝલ પંપ-રોડવેઝ-ટેમ્પો સર્વીસ સહીત બધુ સાફ કરી નખાયું : કુલ ૮ હજાર સ્કવેર મીટર ઉપરનું જુદાજુદા સરકારી સર્વે ઉપર પ૦ થી ૩૦૦ ચો.મી.ના દબાણો ઉભા થઇ ગયા હતાઃ કાલે બાજુના બીજા ગામ પાસેના દબાણો ઉડાડી દેવાશેઃ કલેકટરને રીપોર્ટ કરતા પ્રાંત

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સરકારી જમીનો ઉપર બંન્ને બાજુએ આડેધડ દબાણો ખડકાઇ ગયા હતા. કુલ ૧૬ જેટલા દબાણોમાં મોટી મોટી હોટલો-રોડવેઝ સહીતના બાંધકામોનો કડુસલો બોલાવી દેવાયો હતો તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૩: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન એક પછી એક દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી રહયા છે. માત્ર ૩ મહિનામાં ૪૦૦ કરોડની જમીન ખુલ્લી કરાવ્યા બાદ આજે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સાત હનુમાન મંદિરથી આગળ રોડની બંને બાજુએ ખડકાયેલા દબાણોો દુર કરવા આદેશો કરતા સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ, મામલતદાર શ્રી કથીરીયા, તેમની ટીમો-બુલડોઝર-જેસીબી-પોલીસનો સઘન બંદોબસ્ત અને વીજ તંત્રની ટીમો સાથે ત્રાટકયા હતા અને મોટી મોટી હોટલો-રોડવેઝ-ટેમ્પો સર્વિસ -પાનની દુકાનો-એકથી બે ઇંટોના ભઠ્ઠા, ગેરેજ બાયો ડીઝલ પંપ, તેની મોટી ટેન્ક વિગેરે મળીકુલ ૧૬ જેટલા દબાણોનો કડુસલો બોલાવી જગ્યા ખુલ્લી કરાવાઇ હતી.

સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે જણાવ્યું હતું કે કુલ ૩૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ છે. ૮ હજાર સ્કવેર મીટરમાં દબાણો ખડકાયા હતા તે દુર કરી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે. આમાં દબાણો કરનાર માલીકોએ જગ્યા ભાડે પણ આપી દીધાનું પણ બહાર આપ્યું છે.

જેમના નામો દબાણમાં ખુલ્યા અને જેમણે દબાણો કર્યા છે તેમાં (૧) માલીયાસણ સર્વે નં. ૩૩૩ માલીક ટપુ નવઘણ-ખોડા, ભાડુઆત મહેલુ મશરૂ હોટડા, કોર્મશીયલ ઠાકર ટી સ્ટોલ (ર) માલીયાસણ સર્વે નં. ૩૩૬ માલીક ટપુ નવઘણ ખોડા, ભાડુઆત દિનેશ હરીકિશનભાઇ પંજાબ કરીયાણા ટેમ્પો સર્વીસ, (૩) માલીયાસણ સર્વે નં. ૩૩૩ કિશન આહીર-ચામુંડા હોટલ, (૪) માલીયાસણ સર્વે નં. ૩૩૩ માલીક સુલેમાન જુણેજા, ભાડુત અનીલ રાઠોડ, ચાંદની હોટલ તથા બાયોડીઝલ પંપ અને તેની ટેન્ક (પ) માલીયાસણ સર્વે નં. ૩૩૩ હરીકૃપા પેટ્રોલીયન અને યદુનંદન બાયોડીઝલ (૬) માલીયાણ સર્વે નં. ૩૩૩ ગૌહાટી ગુજરાત રોડવેઝ (૭) માલીયાસણ સર્વે નં. ૩૩૩ અસલમ ઉનડ પૌતરા, કેબીન ર, છાપરૂ-કાઠીયાવાડી ટી સ્ટોલ, (૮) માલીયાસણ સર્વે નં. ૩૩૩ બાબુ કચરા સોલંકી-માટલાનું વેચાણ (૯) માલીયાસણ સર્વે નં. ૩૩૩ ખેતલા આપા ટી સ્ટોલ, (૧૦) તરઘડીયા સર્વે નં. ૩૦૯ પ્રતાપ રાવત અને રણજીત સરવાણીયા, સુર્યદીપ હોટલ, બેલાનું બાંધકામ (૧૧) તરઘડીયા સર્વે નં. ૩૦૯ હિતેશ ગમારા, ગાત્રાળ ટી સ્ટોલ, (૧ર) તરઘડીયા સર્વે નં. ૩૦૯ જય દ્વારકાધીશ ટી સ્ટોલ (૧૩) કુવાડવા સર્વે નં. પપ૭ ઉબરભાઇ લામકા ટી સ્ટોલ (૧૪) કુવાડવા સર્વે નં. પપ૭ અશ્વીન લામકા -જય દ્વારકાધીશ ટી સ્ટોલ તથા પાન  (૧પ) કુવાડવા સર્વે નં. પપ૭ મારૂતી સેન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

ઉપરોકત ૧પ થી ૧૬ દબાણો તોડી પડાયા છે. કાલે અથવા તો શુક્રવારે બીજા ગામની સર્વે સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણોસાફ કરાશે તેમ પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે દબાણ કરનારાઓના નિવેદનો લેવાઇ રહયા છે અને તમામસામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી માટેહવે રીપોર્ટ કરાશે.

(3:40 pm IST)