રાજકોટ
News of Wednesday, 13th January 2021

રજપૂત યુથ કલબ દ્વારા પતંગ ડેકોરેશન સ્પર્ધા

 રાજકોટ :  રજપૂત યુથ કલબ દ્વારા સોરઠીયા રાજપૂત સમાજનાં બાળકો તથા ભાઇ-બહેનો માટે પતંગ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કોરોના વાયરસને લીધે સોશ્યલ ડીસ્ટન્સ અને સુરક્ષાને ધ્યાને લઇ ઘર બેઠા આ પતંગ ડેકોરેશન સ્પર્ધાનું સીનીયર અને જુનીયર કેટેગરીમાં આયોજન કરવામાં આવેલ હતું. સ્પર્ધાને વિજેતાઓ જાહેર કરવામાં આવેલ. જેમાં સીનીયરમાં ખુશ્બુ સોલંકી, સેજલ પરમાર, સંદીપ ડોડીયા, રીધ્ધી પરમાર અને જુનીયર કેટેગરીમાં ટવીશા પરમાર, વત્સલ બારડ, સમર્થ પરમાર, શ્રધ્ધા ચૌહાણ, યુગ સોલંકી, ધ્રુવ સોલંકીને વિજેતા જાહેર કરી શીલ્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા. ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકને પણ સન્માનપત્ર આપી નવાજવામાં આવેલ. આ ઉપરાંત સંસ્થાના લોગો સાથેના માસ્ક સરપ્રાઇઝ ગીફટ તરીકે આપવામાં આવેલ. ઉપરાંત શહેરમાં સોરઠીયા રાજપૂત સમાજની દીકરીઓ કે જેઓ રાજકોટ પોલીસમાં પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી થકી સોરઠીયા રાજપૂત ભાઇ-બહેનો દ્વારા ચાલતી શ્રી રજપૂત યુથ કલબ પરીવારનું નામ રોશન કરેલ એવા તાલુકા પોલીસ કોન્સ્ટેબલ દીપક રાજેશભાઇ ચૌહાણ અને શહેર એસ.પી.ઓફીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ. લીલાબેન ચીમનભાઇ પરમારનું રજપૂત યુથ કલબ કલબ દ્વારા હોંસલો કી ઉડાન એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ. સાથો સાથ શ્રી રાજપૂત યુથ કલબ દ્વારા મકરસંક્રાતિના તહેવાર નિમિતે પોતાના સભ્ય પરીવાર માટે ચીકીની મીઠાસ આપવામાં આવેલ હતી. ૩૦૦ થી વધુ પરિવારોને ચીકી આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રાજપુત યુથ કલબનાં ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ, વિરલભાઇ રાઠોડ, ગૌરવભાઇ ચૌહાણ, મિલનભાઇ પરમાર, વિપુલ ચૌહાણ, નિલેશ રાઠોડ અને વિરલ ભટ્ટીએ જહેમત ઉઠાવેલ હતી.

(4:10 pm IST)