રાજકોટ
News of Wednesday, 13th January 2021

રાવળ સમાજ દ્વારા રકતદાન કેમ્પ

 થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને રકત મળી રહે તેવા હેતુથી સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં ૭૧ બોટલ રકત એકત્ર થયેલ. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, દેવાંગભાઇ માંકડ શહેર ભાજપ મહામંત્રી તેમજ અખિલ ભારતીય યદુવંશી મહાસભાના હેમંતભાઇ લોખીલ, ભીલ સમાજ હીત રક્ષક સમિતિના પ્રમુખ દર્શનભાઇ ભીલ, અવન્તીબાઇ લોધી મહાસભાના કેતન જરીયા, કોળી સેનાના પ્રમુખ અજયભાઇ ડાભી વગેરેએ ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહીત કરેલ. તેમજ  રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજુભાઇ બોરાણા, પ્રમુખ ગોપાલભાઇ બોરાણા, મહેશભાઇ ગોહેલ, નિરવભાઇ વાણીયા, કમલેશભાઇ મચ્છોયા, રાજુભાઇ સોઢા, નરેશભાઇ મેર, મેહુલભાઇ ગોહેલ, ધર્મેશભાઇ સોઢા, રવિભાઇ નકુમ, જીતુભાઇ વાણીયા, ભાવિનભાઇ પરમાર, સુનિલભાઇ પેથાણી, દિવ્યેશભાઇ ભોજક, જયદેવભાઇ બોડા, દિપકભાઇ ડાભી વગેરેએ સમગ્ર કેમ્પની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

(4:08 pm IST)