રાજકોટ
News of Wednesday, 13th January 2021

મુંબઇમાં એટીએસે પિસ્તોલ સાથે પકડેલા ૩ પૈકી બે ધોરાજીના વતનીઃ ક્રાઇમ રેકોર્ડની ચકાસણી

રાજકોટ તા. ૧૩: મુંબઇ એન્ટી ટેરરીઝમ સ્કવોડે બે પિસ્તોલ, કાર્ટીસ અને ૩ લાખની રોકડ સાથે મોહમ્મદ યુનુસ જુણેજા (ઉ.વ.૩૪), સૈયદ સોહેબમિંયા અહેમદમિંયા (ઉ.વ.૨૬) અને ઇલ્યાસ સુલેમાનભાઇ માજોઠી (ઉ.વ.૨૮)ને પકડી લઇ તેની પાસેથી ૧૪ મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા છે. અંધેરીના સીટી મોલ પાસે એક કારમાંથી આ ત્રણેયને પકડી લેવાયા હતાં. આ પૈકીના ઇલ્યાસ માજોઠી અને સોહેલમિંયા સૈયદ રાજકોટ જીલ્લાના ધોરાજીના વતની હોવાનું અને એક વર્ષ પહેલા સુરતમાં સ્થાયી થઇ ગયાનું ખુલ્યું છે. જો કે ઇલ્યાસના માતા-પિતા ધોરાજીમાં જ રહે છે. ધોરાજી પીઆઇ શ્રી જાડેજાના જણાવ્યા મુજબ ઇલ્યાસ સામે ૩૦૭ અને મારામારીનો કેસ અગાઉ નોંધાયેલો ેછે. જ્યારે સોહેલમિંયાનો ક્રાઇમ રેકોર્ડ તપાસાઇ રહ્યો છે. ત્રીજો શખ્સ મોહમ્મદ યુનુસ જૂણેજા ધોરાજીનો છે કે કેમ? તેની ખરાઇ થઇ રહી છે. મુંબઇ એટીએસ તરફથી હજુ કોઇ માહિતી રાજકોટ જીલ્લા પોલીસ પાસેથી માંગવામાં આવી નથી.

(4:04 pm IST)