રાજકોટ
News of Wednesday, 13th January 2021

રાજકોટની જાણીતી સંસ્થા ભારતભરની ઉગતી પ્રતિભાઓને આપશે અમૂલ્ય તક ?

નવા વર્ષમાં શાસ્ત્રીય સંગીતના ચાહકોને મળશે વર્ચ્યુઅલ ભેટ

રાજકોટ તા. ૧૩ : રંગીલા શહેર રાજકોટમાં કોરોના કાળ પહેલા અનેક કાર્યક્રમો યોજાતા કોરોના કાળમાં બ્રેક લાગી જતા કલા જગત સાથે સંકળાયેલ કલાકારોની સાથે કોઇપણ સુંદર કાર્યક્રમ માણવા રાજકોટની જનતાને પણ પ્રોગ્રામની ખોટ સાલે છે. જો કે વર્ચ્યુઅલ કાર્યક્રમ થતા રહે છે. હાલ વર્ચ્યુઅલ પ્રોગ્રામની બોલબાલા ચાલી છે ત્યારે શાસ્ત્રીય સંગીતના શ્રોતાઓ માટે એક ખુબ સારા સમાચાર આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે તે મુજબ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં કદાચીત શહેરની ખુબ જાણીતી અને નામી સંસ્થા શાસ્ત્રીય સંગીતનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજવા જઇ રહી છે. તેવું જાણવા મળ્યું છે.

આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપતી રાજકોટ શહેરની એક જાણીતી અને નામી સંસ્થા આવતા ફેબ્રુઆરી મહિનામાંં (ર૦ર૧) કે તેની આસપાસ શાસ્ત્રીય સંગીતના શોખીનો માટે એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારી રહી છે.

જેમાં ભારતભરમાં રહેલ ઉગતી પ્રતિભાઓ કે જેણે તેમના ગુરૂ પાસેથી સઘન શાસ્ત્રીય તાલીમ મેળવી છે કે મેળવી રહ્યા છે. અને મંચ પ્રવેશ કરી ચૂકયા છે કે કર્યો છે  તેવા ભારતમાં રહેલા વિવિધ કલાકારોને એક મંચ આપવાના તેમજ પ્રોત્સાહન આપવાના શુભ આવયે રાજકોટ શહેરની શાસ્ત્રીય સંગીત પીરસતી ખુબ જાણીતી સંસ્થા દ્વારા આ અદ્દભૂત અને પ્રસંશનીય આયોજન થવા વિચારાઇ રહ્યું છે.તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જો આ વર્ચ્યુઅલ પ્રોગ્રામ આપવાનું નકકી થશે તો વિવિધ શાસ્ત્રીય સંગીતના ઉગતા કલાકારોને સાંભળવાની તક મળશે જેમાં વાદ્યો, ગાયન અને નૃત્યનો સમાવેશ થઇ શકે છે નવા વર્ષમાં રાજકોટની સંસ્થા શાસ્ત્રીય સંગીતના ચાહકો અને ભાવકોને સંગીતની ભેટ આપશે તેવું જાણવા મળી રહ્યું છે.

(4:02 pm IST)