ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ
જનસેવાની આરાધના કરતા ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ બુકસ, લંચ બોકસ, કંપાસ, વોટર બોટલ, સ્કુલ બેગ સહીતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું દિપપ્રાગટયથી ઉદ્દઘાટન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, અનીલભાઇ પારેખ, મીનાબેન પારેખ, કિરીટભાઇ પટેલ, પંકજભાઇ ચગ, સાવનભાઇ ભાડલીયા, અપના બજારના વાઇસ ચેરમેન મહેશભાઇ કોટક, પ્રવિણભાઇ નીમાવત, અરૂણભાઇ નિર્મળ, રમાબેન હેરમા, એચ. એ. નકાણી, રોહીતભાઇ સિધ્ધપુરા, અનિલભાઇ લીંબડ, હરીભાઇ ડોડીયા, રાજુભાઇ મુંધવા, રમેશભાઇ દોમડીયા, રાજુભાઇ જુંજા, મયંકભાઇ પાંઉ વગેરેની ઉપસ્થિતીમાં કરાયુ હતુ. કોરોના પરિસ્થિતી ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાગ્યેશ વોરાએ અને અંતમાં આભારદર્શન રાજન સુરૂએ કરેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા મનોજ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કીરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહીત, રીતેશ ચોકસી, નિમેશ કેસરીયા, રસીકભાઇ મોરધરા, અલ્પેશ ગોહેલ, હર્ષદ ચોકસી, અજીત ડોડીયા, પુનીત બુંદેલા, જીજ્ઞેશ ધ્રુવ, નીતિન જરીયા, જીતેશ સંઘાણી, વિશાલ અનડકટે જહેમત ઉઠાવી હતી.