રાજકોટ
News of Wednesday, 13th January 2021

પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવતઃ શુક્રવારે નવી રણનીતિ ઘડાશે

રાજકોટ, તા. ૧૩ :. રાજ્યની જિલ્લા પંચાયતો હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર, ફાર્માસીસ્ટ, લેબ. ટેકનિશ્યન સહિત ૬ કેડરના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે ગઈકાલથી હડતાલ પર ગયા છે. આજે બીજા દિવસે હડતાલ યથાવત છે.

આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ગ્રેડ સહિતના પ્રશ્નો પડતર છે. તા. ૧૬મીથી રસીકરણનો પ્રારંભ થઈ રહ્યો છે. તેવા ટાણે જ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ગયા છે. સરકારે હજુ મંત્રણા માટે વિધિવત આમંત્રણ આપ્યુ નથી. આજે હડતાલ ચાલુ છે. કાલે મકરસંક્રાંતિની રજા છે. રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. દઢાણિયાના જણાવ્યા મુજબ શુક્રવારે નવી રણનીતિ ઘડાશે.

(3:59 pm IST)