રાજકોટ
News of Wednesday, 13th January 2021

રઘુવંશી ઉત્કર્ષ માટે કોઇ કસર છોડીશ નહિઃ સતિષભાઇ વિઠલાણી

રાજકોટઃ અખિલ ભારતીય લોહાણા મહાપરીષદનું સુકાન સંભાળી રહેલા મુંબઇના મોટાગજાના દાનવીર, ઉદ્યોગપતિ શ્રી સતિષભાઇ વિઠલાણી થોડા  દિવસોથી સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે અને વિવિધ મહાજનોના પ્રમુખશ્રી હોદેદારો, અગ્રણીઓ, વડીલોની મળી જ્ઞાતિ સંગઠન અને રઘુવંશી ઉત્કર્ષ માટે અથાત પ્રયાસો કરી રહયા છે. આજે રાજકોટ ખાતે અકિલાની મુલાકાતે આવ્યા ત્યારે દોઢ કલાક સુધી 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લંબાણભરી મંત્રણા કરી અનેક બાબતોની ચર્ચા કરી હતી. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિશ્રી રાજુભાઇ પોબારૂ આ પ્રસંગે હાજર રહયા હતા.

દરમિયાન શ્રી સતિષભાઇ વિઠલાણીએ દ્વારકા ખાતેની એક મુલાકાત વેળાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે દ્વારકા ખંભાળીયા, ઓખા, પોરબંદર જેવા વિસ્તારોમાંથી આવતા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફરજીયાત અમદાવાદ સહિતના સ્થળોએ જવુ પડતુ હોય છે ત્યારે આર્થીક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લોહાણા મહાપરીષદ ખર્ચ ઉપાડશે તેમ જણાવ્યુ હતુ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:58 pm IST)