રાજકોટ
News of Wednesday, 13th January 2021

રિસામણે બેઠેલી પત્નિને કારણે સુરેશને સાળાઓએ ફટકાર્યો

છોટુનગર સામેની ઝૂપડપટ્ટીમાં બનાવઃ સુરેશના પિતા રામજીભાઇ વચ્ચે પડતાં તેમની પણ ધોલધપાટ

રાજકોટ તા. ૧૩: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર સામે ઝૂપડપટ્ટીમાં રહેતાં અને ડુંગળી લસણનો ધંધો કરતાં સુરેશ રામજીભાઇ વાજેલીયા (ઉ.વ.૩૩) નામના યુવાનની પત્નિ મંજુ રિસામણે બેઠી હોઇ તેનો ખાર રાખી તેના સાળાઓ ગોપાલ શંકરભાઇ, ભરત શંકરભાઇ અને સુરેશ શંકરભાઇએ ઝૂપડે આવી પાઇપથી માર મારી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સુરેશને બચાવવા તેના પિતા રામજીભાઇ તળશીભાઇ વાજેલીયા (ઉ.વ.૫૫) વચ્ચે પડતાં તેની પણ ધોલધપાટ થતાં દાખલ કરાયા હતાં. સુરેશના માતાના કહેવા મુજબ સુરેશની ઘરવાળી રિસામણે હોઇ તે બાબતે ચાલતા મનદુઃખને કારણે હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(3:55 pm IST)