રાજકોટ
News of Wednesday, 13th January 2021

વોર્ડ નં. ૧૦ શ્યામપાર્ક શિલ્પન સોસાયટીમાં ડામર રી-કાર્પેટ

 શહેરના વોર્ડ નં. ૧૦ માં પુષ્કરધામ મેઇન રોડ પાસે આવેલ શ્યામપાર્ક અને શિલ્પન સોસાયટી ખાતે ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, સંગીતાબેન છાયા, હેમંતસિંહ ડોડીયા, શ્યામપાર્ક સોસાયટીના ઘનશ્યામભાઇ અકબરી, ચીમનભાઇ શાહ, લાલજીભાઇ કણઝારીયા, શિવાભાઇ જાદવ, પ્રભાબેન ગોલ, કાંતાબેન વિરાણી, દિપાબેન ગોલ, પ્રજ્ઞાબેન કોરાટ, હંસાબેન કણઝારીયા, સુર્યાબેન જાદવ, માનવ ફલેટના યતીનભાઇ, વિમલભાઇ લાલાણી, રસીકભાઇ ચૌહાણ, શિલ્પન રેસીડેન્સીના વજુભાઇ ડઢાણીયા, રસીકભાઇ પાડલીયા, હઠીસિંહ જાડેજા, કલ્પનાબેન, ગીતાબેન ડઢાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)