રાજકોટ
News of Sunday, 14th January 2018

સંતોષીનગર પાસે શ્રીરામ પાર્કમાં સિંધી પરિવારને ઉપરના રૂમમાં પુરી દઇ નીચેના રૂમમાંથી રોકડ-દાગીનાની ચોરી

રાજકોટઃ જામનગર રોડ સંતોષીનગર પાસે શ્રીરામ પાર્ક-૨માં આવેલા સિંધી પરિવારના મકાનમાં શનિવાર-રવિવારની મોડી રાત્રીના ચોરીનો બનાવ બન્યો છે. અંદાજે બે-અઢી લાખની મત્તા ગયાનું જાણવા મળે છે.

પ્રદિપભાઇ માખેજા નામના સિંધી યુવાન અને તેના પત્નિ શનીવારે બપોર બાદ બહારગામ ગયા હતાં. તેઓ નીચેના માળે રહે છે. તેમના ભાઇ, ભાઇના પત્નિ, પુત્ર અને બા ઘરે જ હતાં. આ તમામ ઉપરના માળે સુતા હતાં. રાત્રીના બે-અઢી વાગ્યે અવાજ થતાં પ્રદિપભાઇના બા જાગી ગયા હતાં. તેણે દરવાજો ખોલ્યો હતો પણ બહારથી બંધ હોઇ દેકારો મચાવ્યો હતો અને પડોશીને ફોન કર્યો હતો. પડોશીએ જાગીને જોતાં નીચેનો દરવાજો ખુલ્લો દેખાયો હતો. તેમણે આવીને ઉપરના રૂમના દરવાજા બહારથી બંધ હોઇ તે ખોલ્યા હતંાં. પ્રદિપભાઇના કહેવા મુજબ   સોનાના દાગીના, રોકડ મળી બે અઢી લાખ કે તેથી વધુની મત્તાની ચોરી થઇ છે.

(10:30 am IST)