રાજકોટ
News of Friday, 13th December 2019

જયંત રેલવાણીને શ્રધ્ધાંજલી અર્થે રવિવારે 'સાહિત્યીક ગોષ્ઠી'

ડો. વિષ્ણુભાઇ પંડયા, ડો. હસુભાઇ યાજ્ઞીક, ડો. અજયસિંહ ચૌહાણ, ડો. જેઠો લાલવાણી, ડો. હુંદરાજ બલવાણી, લખમી ખિલાણી, રીટુ ભાટીયા વગેરે જયંત રેલવાણીના સાહિત્ય સર્જનથી સૌને અભિભુત કરશે

રાજકોટ તા. ૧૩ : ગુજરાત સિન્ધી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સિન્ધુ સેવા સમાજના સંયુકત ઉપક્રમે પ્રખર સાહિત્યકાર, પત્રકાર, લેખક જયંત રેલવાણીને શ્રધ્ધાંજલી અર્થે તા. ૧૫ ના રવિવારે સાહિત્યીક ગોષ્ઠિનું આયોજન કરાયુ છે.

 આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સિન્ધી સેવા સમાજના આગેવાનોએ જણાવેલ કે સિન્ધી અને ગુજરાતી ભાષામાં મીનીસ્ટ્રી ઓફ યુથ સર્વીસ એન્ડ કલ્ચર અને મીનીસ્ટ્રી ઓફ એજયુકેશન ન્યુ દિલ્હી દ્વારા બે બે વખત ઇનામ મેળવનાર અને ગુજરાત બહારની અનેક સંસ્થાઓથી સન્માનીત જયંત રેલવાણી ગુર્જર સિન્ધુ પખવાડીક સિન્ધી સમાચાર પત્રના તંત્રી તરીકે ખુબ સારી જવાબદારી અદા કરી ગયા છે. સિન્ધ-કચ્છ-સોરાષ્ટ્ર અને ગુજરાતના સાંસ્કૃતિક અને સામાજીક સંબંધો પર પણ તેમણે બુખ શોધ કાર્ય કરર્યુ છે.

ત્યારે આવા સાહિત્યકારને સાચી શ્રધ્ધાંજલી અર્પવા તા. ૧૫ ના રવિવારે સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સિન્ધી સાહિતી હોલ, શાસ્ત્રીનગર, ગુરૂસિંઘ ગુરૂદ્વારા પાછળ, જંકશન રેલ્વે સ્ટેશન પાસે 'સાહિત્યિક ગોષ્ઠી' યોજવામાં આવી છે.

જેમાં ગુજરાતી ભાષાના સાહિત્યકારો અને વિદ્વાનો પદ્દમશ્રી ડો. વિષ્ણુભાઇ પંડયા, ગુજરાતી લોકસાહિત્યકાર ડો. હસુભાઇ યાજ્ઞીક, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. અજયસિંહ ચૌહાણ, પ્રવીણ પ્રકાશનના સંપાદક ગોપાલભાઇ પટેલ, મુંબઇના કવિ લક્ષ્મણ દુબે, અમદાવાદના ડો. જેઠો લાલવાણી, ડો. હુંદરાજ બલવાણી, ડો. રોશન ગોલાણી, શ્રીમતી રીટુ ભાટીયા, આદીપુરના લખમી ખીલાણી સહીત સૌરાષ્ટ્ર કચ્છના સાહિત્યકારો ઉપસ્થિત રહી સ્વ. જયંત રેલવાણીની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડશે.

રસ ધરાવતાઓએ ઉપસ્થિત રહેવા સિન્ધુ સેવા સમાજ અને સિન્ધી સાહિત્ય અકાદમી દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કુન્દનલાલ લૌંગાણી, શ્યામસુંદર ચંદીરામાણી, વિનોદભાઇ લેખાણી, ભરતભાઇ રેલવાણી, દેવેન્દ્ર રેલવાણી, જેઠાનંદ ધરમાણી નજરે પડે છે.

(3:27 pm IST)