ભીમનગરમાં બકુલ રાઠોડ પર હુમલો કરનારા ત્રણને ઘટના સ્થળે લઇ જઇ ઓળખ પરેડ
બકુલે પોતાના ઘર પાસે લઘુશંકા કરવાની ચેતનને ના તેણે બીજા ત્રણ સાથે મળી ધમાલ મચાવી'તીઃ તાલુકા પોલીસે કડક કાર્યવાહી કરી
રાજકોટઃ મોટા મવાના ભીમનગર-૭માં રહેતાં બકુલ નાથાભાઇ રાઠોડ (ઉ.૨૯) નામના યુવાન પર પરમ દિવસે સાંજે ચેતન હસમુખભાઇ રાઠોડ (રહે. વામ્બે આવાસ યોજના કવાર્ટર), સુભાષ જીવાભાઇ રાઠોડ (ઉ.૨૨) તથા દર્શન દિનેશભાઇ રાઠોડ (ઉ.૧૮) (રહે. બંને મુળ સુરેન્દ્રનગર) તથા મુસ્તાક નામના શખ્સે મળી હુમલો કરી ફડાકા મારી ગાળો દઇ માથામાં કાચની બોટલ ફટકારી ઇજા કરી હતી. બકુલના પિતા નાથાભાઇ ગોરાભાઇ ચોૈહાણ (ઉ.૪૯) વચ્ચે પડતાં તેની પણ ધોલધપાટ થઇ હતી. આ અંગે ગુનો નોંધી એએઅસાઇ તૃષાબેન બુહા તથા પૃથ્વીરાજસિંહે તપાસ શરૂ કરી હતી. મુસ્તાક સિવાયના ત્રણેય આરોપી ચેતન, સુભાષ અને દર્શન પકડાઇ જતાં પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમે ત્રણેયને ભીમનગરમાં જ્યાં માથાકુટ કરી હતી ત્યાં લઇ જઇ ઓળખ પરેડ કરાવી હતી. આ વખતે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે ત્રણેયને કાયદાનું ભાન કરાવ્યું હતું.